બીલીપત્રનું મહત્વઃ
ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહ¥વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું.
અન્ય એક પૌરાણિક એવી પણ સમજણ છે કે
વૃક્ષના મૂળમાં શિવપાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પોમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં, સમગ્ર વૃક્ષમાં દેવીનો જુદા જુદા સ્વરૂપે વાસ છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બિલ્વપત્રનું અદકું મહત્વ છે.
એમ કહેવાય છે કે બિલ્વવૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે અને દેવતાઓ પણ એની સ્તુતિ કરે છે. બિલ્વપત્ર માટે એક તાત્વિક સમજણ છે કે તે ત્રિદલ છે અને ત્રણ પાંદડા જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે.
બીલીપત્ર એટલે ધાર્મિક તેમજ આયુર્વેદિક મહત્વ ધરાવતી વનસ્પતિ બીલીનાં પાંદડાં. બીલીપત્રનું ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. શંકર ભગવાનના પૂજનમાં બીલીપત્ર ચડાવવામાં આવે છે.
શિવજી માયાથી પર છે. તેઓને ગુલાબ, મોગરા જેવા સુગંધીત ફુલો કે પાંદડા પસંદ નથી, તેમને એટલે જ ધતુરાનું ફુલ, બીલ્લાના પાન, કરણનું ફુલ પસંદ છે.
પુરાણ કથા પ્રમાણે બીલીપત્ર માત્ર શિવજીને જ નહીં પણ ગણેશજી અને લક્ષ્મીજીને પણ પ્રિય છે.
બીલીવૃક્ષનો ઉલ્લેખ મહાભારતમાં યાગ્નીય વૃક્ષ તરીકે કરવામાં આવ્યો છે.
કહેવાય છે કે, બીલીના વૃક્ષની સરખી માવજત થાય તો તે ૩૦ મીટર જેટ્‌લું ઉચું વધી શકે છે. આ વૃક્ષનું થડ પીળાશ પડ્‌તું હોય તો પણ તેની ડાળી સફેદ હોય છે. આ વૃક્ષમાં સૂક્ષ્મ તેલગ્રંથી હોય છે. ત્રણ પાંદડામાંથી એક પણ ખંડિત થયેલું હોય તો એ મહાદેવને ચડાવવા લાયક નથી. આ વૃક્ષ ચોમાસામાં પૂર બહારમાં ખીલે છે.
આ વૃક્ષ માત્ર ફળ જ નથી આપતું, પણ એપ્રિલ માસમાં સુગંધિત પુષ્પ પણ આપે છે,
જયારે સાગર મંથન થયું અને તેમાંથી વિષ પ્રાપ્ત થયું ત્યારે તે અન્યને હાનિ ન પહોચાડે તે માટે અને દરેકના ક્લ્યાણ માટે તેઓએ વિષ ગટ્‌ગટાવી કંઠમાં રાખી દીધું અને ઝેરને હીસાબે કંઠ નીલા કલરનો દેખાવા લાગ્યો તેથી ભગવાન શંકર “નીલકંઠ” કહેવાયા. આવું હળાહળ ઝેર પીવાના કારણે મહાદેવ પર બીલીપત્રના રસનો અભિષેક કરવામાં આવ્યો જેને હિસાબે ભોળાનાથનું ગળુ ઠંડુ પડયું. આ કથા અનુસાર પણ મહાદેવજીને બીલીપત્ર ચડાવીને પ્રસન્ન કરવાનું મહ્‌ત્વ છે.
એવું મનાય છે કે , દરેક વૃક્ષ, વેલ કે જડ્ડી-બુટ્ટી કોઈને કોઈ નક્ષત્ર – ગ્રહ સાથે સંકળાયેલા હોય છે. બીલીપત્રના
વૃક્ષને સૂર્ય જેવા મહાન ગ્રહ સાથે સાંકળવામાં આવ્યું છે. આખા ગ્રહ મંડ્‌ળમાં સૂર્યની શક્તિનું ગુરૂત્વાકર્ષણ બીજા ગ્રહોથી વધુ છે. એટ્‌લે અન્ય વૃક્ષ કરતાં બીલીનું વૃક્ષ કે તેની છત્રછાયા ખૂબજ પવિત્ર માનવામાં આવે છે. બીલીના પાંદડાનું કાયમ સેવન કરવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે.