(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૭
આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. મંગળવારે કેજરીવાલના નિવાસસ્થાને ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેજરીવાલે તમામ ધારાસભ્યોની સામે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. તેનું નામ પણ રેસમાં આગળ હતું. આતિશી પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં થયું હતું. અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે.આપ સાંસદ સ્વાતિ માલીવાલે આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવા પર ઠ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે આતિશી માર્લેના માત્ર એક ડમી સીએમ છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જાડાયેલો છે. ભગવાન દિલ્હીને બચાવો! માલીવાલે એમ પણ કહ્યું કે તેના માતા-પિતાએ અફઝલ ગુરુને બચાવવાની હિમાયત કરી હતી.
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે આજનો દિવસ દિલ્હી માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. આજે એક મહિલાને દિલ્હીની મુખ્યમંત્રી બનાવવામાં આવી રહી છે જેના પરિવારે આતંકવાદી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. આતંકવાદી અફઝલ ગુરુને બચાવવા માટે તેના માતા-પિતાએ માનનીય રાષ્ટપતિને દયા અરજી લખી હતી.
જ્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આતિશીના ભૂતપૂર્વ પર એક પોસ્ટ શેર કરી, ત્યારે આપ નેતા દિલીપ પાંડેએ કહ્યું કે એક વાત સમજા. સ્વાતિ માલીવાલ એ વ્યક્ત છે જે આપઁમાંથી રાજ્યસભાની ટિકિટ લે છે પરંતુ પ્રતિક્રિયાની સ્ક્રપ્ટ ભાજપ પાસેથી લે છે. જા તેમને થોડી પણ શરમ હોય તો તેમણે રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપી દેવું જાઈએ. ભાજપની ટિકિટ પર રાજ્યસભાનો રસ્તો પસંદ કરવો જાઈએ. જા તેમણે રાજ્યસભામાં રહેવું હોય તો ભાજપમાંથી ટિકિટ લેવી જાઈએ.