અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રા ભક્તિભાવ પૂર્ણ નીકળી હતી અને જગતના નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા હતાં ભકતો પણ ભગવાનના દર્શન કરી ધન્ય થઇ ગયા હતાં આ પહેલા સવારે ૪ વાગ્યે જગતના નાથની મંગળા આરતી કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો. પહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સાવરણીથી ભગવાનનો રથ સાફ કરાવ્યો. આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થયો હતો મંદિર પરિસર જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠયો હતો રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ હતાં મોટી સંખ્યામાં શણગારેલા ટ્રક, ભજન મંડળીઓ, અખાડાના કુસ્તીબાજા રથયાત્રામાં જાડાયા હતાં
ભગવાન જન્નાથજીની ૧૪૭ ની રથયાત્રામાં ભજન મંડળી આકર્ષણનું કેન્દ્ર બની છે. અલગ અલગ ભજન મંડળીમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી ભક્તો આવતા હોય છે. ત્યારે જે પૈકીના એક ભક્તે કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો અને ખાસ પ્રકારના ચશ્મા પહેર્યા હતા. જેમાં રાધે રાધે લખી ભગવાન પ્રત્યનો ભાવ વ્યક્ત કર્યો હતો. જેમાં ટી ૨૦ વર્લ્ડ કપની જીતની ઝલક પણ જાવા મળી ને રામ મંદિરનો ટેબલો પણ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યો. અમદાવાદના ખમાસા ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું છે. તેમજ એએમસીના પદાઅધિકારીઓએ પણ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું છે. રથયાત્રા શહેરના વિવિધ માર્ગાે પરથી પસાર થઇ હતી ત્યારે શહેરીજનોએ ભગવાનના દર્શન કર્યા હતાં ટ્રકોમાંથી ભકતોને પ્રસાદ આપવામાં આવતો હતો જેમાં જાબું,મગ,ચોકલેટો,કાકડી, રમકડા સામેલ હતાં કહેવાય છે કે ભગવાનના દર્શન આજે જે કરે તેને ૫૧ યજ્ઞ કર્યાનું પૂણ્ય મળે છે ાભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીના મોસાળ એટલે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ભાણેજને વધાવવા સરસપુરવાસીઓ હરખ ખેલા થયા હતા. હર્ષો ઉલ્લાસ સાથે ભક્તો ઝૂમી ઉઠ્‌યા. ભક્તોની આંખો ખુશીના આંસુઓથી ભીંજાઈ. મહાપ્રભુના દર્શન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જય રણછોડપ.માખણચોરનો નાદ પણ સંભળાઈ રહ્યો હતો.ત્યારે આટલી મોટી ભક્તોની સંખ્યા વચ્ચે મોસાળમાં ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરવામાં આવ્યું. આ વખતે મામેરાનો લ્હાવો પ્રજાપતિ પરિવારને મળ્યો હતો તેમના પરિવારજનાએ ભગવાનના કપડા દાગીના સહિતની વસ્તુઓ અર્પણ કર્યા હતાં અહીં લાખો સંતો- ભક્તો વિવિધ પોળમાં ભોજન લીધુ હતું મોસાળમાં ભગવાનના મામેરામાં ભગવાનને સુંદર વાધા અને દાગીના ભેટ ધરવામાં આવ્યા હતાં ભારે ગરમીને કારણે રથયાત્રા કાલુપુર પહોંચી અત્યાર સુધીમાં ૫ ભક્તો બેભાન થઈને ઢળી પડ્યા જ્યારે અલગ અલગ જગ્યાએ ૫ બાળકો વિખૂટાં પડી ગયા
રથયાત્રામાં અનેક ટેમ્બો એવા હતાં જેને કારણે લોકો આકર્ષિત થયા હતાં પર્યાવરણ,દેશ ભકિતના ટેમ્બો હતાં એક ટ્રકમાં તો સ્વચ્છતાને લઇને જાગૃતિ ફેલાવનારો સંદેશ હતો રથયાત્રામાં સુરક્ષા એ સૌથી મહત્વનો મુદ્દો બની રહે છે. ત્યારે આ વખતે આઇ કેમેરા સાથે સાથે હાઈ ટેકનોલોજીના ડ્રોનનો પણ ઉપયોગ શહેર પોલીસે કર્યો છે. જેમાં ટેથરથ ડ્રોન હાલ ઉડાડવામાં આવ્યું છે. આ કેમેરાની ફીડ સીએમ ઓફિસ, એચ એમ ઓફિસ, ડીજીપી ઓફિસ અને સીપી ઓફીસ સહિતના અધિકારોને પહોંચાડમાં આવી હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગવાન જગન્નાથની રથયાત્રાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દરેકને સ્વસ્થ જીવન અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. આજે ઓડિશાના પુરી સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. અમદાવાદની રથયાત્રા ખુબ લોકપ્રિય છે. પવિત્ર રથયાત્રા બદલ અભિનંદન. અમે મહાપ્રભુ જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ હંમેશા આપણા પર વરસતા રહે.રથયાત્રામાં ખાસ કરીને પોળ અને સાંકડી ગલીઓમાંથી માનવ મહેરામણ વચ્ચેથી જ્યારે રથયાત્રા, ટ્રક અને અખાડા પસાર થાય ત્યારે લોકોને ભારે આશ્ચર્ય થતું હોય છે. પરંતુ આવામાં જ્યારે ઈમર્જન્સી ઉભી થાય ત્યારે પણ લોકો મદદ માટે તત્પર રહેતા હોય છે. આવું આ વર્ષે પણ જ્યારે રથયાત્રા કાલુપુરના ટ્રક પસાર થઈ રહ્યા હતા ત્યારે જાવા મળ્યું હતું. વચ્ચેથી ટ્રક નીકળતા હતા અને માનવ મહેરામણથી બે સાઈડનો રસ્તો રોકાયેલો હતો પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે સ્થિતિની ગંભીરતા જાઈને લોકો એલર્ટ થઈ ગયા હતા. દર્દીને લઈને એમ્બ્યુલન્સ આવતી જાઈને લોકો તરત જ સાઈડ પર ખસી ગયા હતા અને એમ્બ્યુલન્સ માટે રસ્તો કરી દીધો હતો. આ દરમિયાન પોલીસની ટીમ હતી જેના દ્વારા પણ એમ્બ્યુલન્સને તાત્કાલિક રસ્તો મળે તે માટેની કામગીરી કરાઈ હતી.