ગણેશ ચતુર્થીનો તહેવાર આપણા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેશવાસીઓ ભગવાન ગણેશની પૂજા કરે છે. બધા ભક્તો બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને આગામી ૧૦ દિવસ સુધી સતત તેમની પૂજા કરે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, ત્યાં ગણેશ પૂજાનો એક અલગ જ ભવ્યતા જાવા મળે છે. આ દિવસે, ભક્તો બાપ્પાને ઘરે લાવે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. આ ફેસ્ટીવલમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ વખતે પણ ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી તેમની પૂજા કરી છે.
સંભવના સેઠ, જે એક પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી, ડાન્સર અને ટીવી સેલિબ્રિટી છે, તે પણ ભગવાન ગણેશની આ પૂજાને લઈને ઉત્સાહિત જણાતી હતી. તે અંધેરીમાં એક પૂજા પંડાલ પાસે જાવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી બાપ્પાની મૂર્તિ સાથે જાવા મળી હતી, જેને તેણે લાલ કપડાથી ઢાંકી હતી. આ દરમિયાન અભિનેત્રી ભગવાન ગણેશના ગુણગાન ગાતી જાવા મળી હતી.
રાજશ્રી મોરે એક પ્રખ્યાત સોશિયલ મીડિયા વ્યક્તિત્વ છે. એક સમયે તેની અને રાખી સાવંતની ખૂબ સારી મિત્રતા હતી. તે ઘણીવાર રાખી સાવંત સાથે જાવા મળી હતી. રાજશ્રી પણ ભગવાન ગણેશના પૂજા પંડાલ પાસે જાવા મળી હતી. આ દરમિયાન તે બાપ્પાની મૂર્તિને પોતાના ઘરે લઈ જતી પણ જાવા મળી હતી. તેમણે લોકોને બાપ્પાના દર્શન પણ કર્યા હતા અને તેમનો જયજયકાર પણ કર્યો હતો.
દીપશિખા નાગપાલ હિન્દી સિનેમાની જાણીતી હસ્તી છે. તે અભિનેત્રી અને દિગ્દર્શક છે. ફિલ્મો સિવાય તેણે ટીવી પર પણ કામ કર્યું છે. દીપશિખા પણ ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશની ભકતીમાં તલ્લીન જાવા મળી હતી. તે અંધેરીમાં એક પૂજા પંડાલ પાસે અન્ય લોકો સાથે ભગવાન ગણેશના ગુણગાન ગાતી પણ જાવા મળી હતી.
જાણીતી ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંડન્ના અને લોકપ્રિય ગાયિકા પલક મુછલ પણ બાપ્પાની ભÂક્તમાં મગ્ન જાવા મળી હતી. સ્મૃતિ અંધેરીના એક પૂજા પંડાલમાં ભગવાનના આશીર્વાદ લેતી પણ જાવા મળી હતી. આ સાથે જ પલક મુછલ પણ તેના ભાઈ પલાશ સાથે બાપ્પાની મૂર્તિ સાથે જાવા મળી હતી.