રણબંકા રજપૂતોની તલવારોના જયાં તેજ તિખારા જર્યા છે. રણચંડી બનીને રજપુતાણીઓએ જયાં રંગ રાખ્યો છે એવી રાજસ્થાન એટલે સંતો અને શુરાઓની ભૂમિ. આવી જ રાજસ્થાનની ભોમકા પર કુબા નામનો પ્રજાપતિ ચાકડો ફેરવતો હતો. માટીને એવી તો રગદોળે કે જયાં માખણ આવી નરમ માટીના પીંડમાંથી અવનવા ઘાટ આપતો હતો. પતિ – પત્નિ નીતિ અને હક્કની રળી કમાણીનો રોટલો ખાઇ અને અલખધણી જગપાલનહાર આત્મરામની માળાઓ ફેરવે છે. પ્રભુમા એકાકાર થઇ જાય છે. આથી આખા ગામમાં ભગત તરીકે ઓળખે બે ટંક રોટલો આપી અતિથિને આવકારીને રૂડો આશરો ધર્મ પાળે છે.
એક દિ’ની વાત છે. ગામના પાદરમાં સાધુની જમાત આવી છે. જમાતના મહંત ગામમાં ટેલ નાખે છે. જમાતમાં ઘણા સંતો છે એટલે જમાતનાં મહંત કોઇ એક ટંક ભોજન આપે એ માટે ફરી રહ્યા હતાં. પણ આવી મોટી જમાતને હા ભણતુ નથી,મહંત શેઠ સહકાર અને દરબાર ગઢથી પાછા આવ્યા ત્યારે કોઇએ ટિખળ કર્યું. ‘એ સાધુ મહારાજ આ ગામમાં એક કુબા ભગત તમારી ટેલ સ્વીકારીને રોટલા આપશે.’ ‘ કોણ કુબા ભગત ?’ અરે કુબા ભગતનું તો નામ છે. એના આંગણેથી કોઇ ભુખ્યું જતું નથી. સંતોને આંગણે આવેલ જાઇ કુબાભગત રાજી થયા. મહંત સમજી ગયા કે ભગતની ઠેકડી કરી લાગે છે. છતાં ગરીબ કુબા ભગતને કહ્યું ઃ ‘બાપુ શું કરૂં સેવા ?’ ‘ સેવામાં તો એમ વાત છે કેરીને ભગતને વાત કરી ’
‘ તો પછી જમીને પછી નિરાંતે જજા.’ ‘ પણ જમાત બહુ મોટી છે ’
‘ તે ભલે હોય મારો વાલો લાજ રાખશે’ કહીને ભગત ગયા ગામમાં સીધુ સામાન લેવા પરંતુ ખાલી માણસને કોણ ધીરે ? ગામમાંથી કશુજ ન મળ્યુ ભગત હતાશ થઇ ગયા ત્યારે એક શેઠ સાધુ સામાન આપવા તૈયાર થયા પણ શેઠે એક શરતે સામાન આપ્યો. કે કુબા ભગતે કુવો ખોદી આપવો. સીધુ સામાનની કિંમતમાં કુબાજી ભગત કુવો ખોદી આપવા સમત થઇ ગયા. સાધુ – સંતોને ભોજન કરાવ્યું પછી બીજા દિ’ ભગત અને માતાજી શેઠના ઘરે હાજર થઇ ગયા શેઠે કુવો ગાળવાની જગ્યા બતાવી ભગતે કૂવો ગાળવાની શરૂઆત કરી ભગત ખોદતા જ માટી બહાર કાઢે, અરે માટી માતાજી સારવા લાગ્યા. હવે ભગત ખોદતા જાય ઉંડા ઉતરતા જાય એટલે માટી બહાર કાઢવા માતાજી કુવામા ઉતર્યા. ને ભેખડ પડી ભગત અને માતાજી દબાય ગયા. ગામ લોકોએ બહુ મહેનત કરી, ગામમાં હાહાકાર મચી ગયો. ભગત અને માતાજીનો પતો લાગ્યો નહીં. બન્ને જણા કૂવામાં સંઘ થઇ ગયા સૌએ કીધુ ભગત અને માતાજીએ સમાધી લીધી ગણાય.પછીતો લોકોમાં વાત વિસરાય ગઇ, કુવાની વાત માથે વર્ષોની ખેપટ ચડી ગઇ ને જમીન એક થઇ ગઇ. એમા એક દિ’ ગામના પાદરે સંઘે મુકામ કર્યાં. બરોબર કુવાવાળી જગ્યાએ સંઘે ડેરાતંબુ નાખ્યા હતાં. રાતે સંધમાં હરિકીર્તન અને ભજનનો આરંભ થયો. પણ રાત્રે. સંધના માણસો ઝબકી ગયા. ઝાંઝ અને પખાજનો જમીનમાંથી અવાજ આવ્યો. રાજાને વાતની જાણ કરાઇ. માટી કાઢવાનો આરંભ થયો અને ખરેખર ધરતીના પેટાળમાંથી માટી બહાર નીકળવા લાગી. છેલ્લે જાયુ તો ભગત અને માતાજી હરિકીર્તનમાં એકાકાર થઇ ગયેલ હતાં. એમના બહાર આવ્યા બાદ સૌએ હરિદર્શન કર્યા.