બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસ જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જલિયાવાલા બાગ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડને શરમજનક ઘટના ગણાવી અને દુખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ હત્યાકાંડને ક્યારેય ભૂલી શકાય નહીં.
આ દરમિયાન, બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના હત્યાકાંડને બ્રિટન અને ભારતના ઈતિહાસનો ‘કાળો દિવસ’ ગણાવ્યો હતો. તેમણે વિઝિટર બુકમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ જલિયાવાલા બાગમાં જે થયું તે ખૂબ જ શરમજનક હતું. તે સમયે જે કંઈ બન્યું તે ખૂબ જ દુઃખદ હતું અમે આ માટે ખૂબ જ દિલગીર છીએ. તેમણે વધુમાં કહ્યું કે, આ હત્યાકાંડને ક્યારેય ભૂલી શકાશે નહીં.
અગાઉ યુકેના રાજદ્વારીઓ તેમના પરિવારો સાથે શ્રી હરમંદિર સાહિબની મુલાકાતે ગયા હતા, જ્યાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ તેમને બિન-શીખ શિષ્ટાચાર અને પરંપરાઓ વિશે માહિતગાર કર્યા હતા.