પીએમ નરેન્દ્ર મોદીએ કોન્ફ્રન્સ ઓફ પાર્ટીઝના ૨૬માં સત્રમાં બ્રિટનની સાથે મળીને વિભિન્ન વિસ્તારોમાં કામ કરવા માટે સંયુક્ત પહેલો વાળી ભારતની પ્રતિબદ્ધતા વાગોળી છે. સાથે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જાનસનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેને તેમણે સ્વીકારી લીધું છે. જાનસનનું કહેવું છે કે જેવી પરિસ્થિતિ સારી થશે કે તે ભારત આવશે.
વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ આ વાત કરી. વિદેશ સચિવે કહ્યું કે પીએમ મોદી અને તેમના બ્રિટિશ સમકક્ષ બોરિસ જાનસને ૨૦૩૦ માટે પ્રાથમિક સેક્ટરો વ્યાપાર, સ્વાસ્થ્ય, ડિફેન્સ, સિક્યોરિટી અને બન્ને દેશોની જનતાના એક બીજા સાથેના જાડાણને લઈને તૈયાર રોડમેપની સમીક્ષા કરી છે.
પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત પહેલો સહિત વિભિન્ન વિસ્તારમાં બ્રિટનની સાથે મળીને કામની પ્રતિબદ્ધતાને વાગોળી છે. બન્ને પ્રમુખોએ ૨૦૩૦ માટે વ્યાપાર, સ્વાસ્થ્ય, સ્વાસ્થ્ય, ડિફેન્સ, સિક્યોરિટી જેવી પ્રાથમિકતા વાળા વિસ્તારને લઈને રોડમેપની સમીક્ષા કરી. પોતાની બ્રિફીંગમાં વિદેશ સચિવે કહ્યું, પ્રધાનમંત્રી મોદી ક્લાઈમેટ ફાઈનાન્શ ટેક્નોલોજી, ઈનોવેશન અને ગ્રીન હાઈડ્રોજન રિનીવેબલ ટેક્નોલોજીના એડેપ્ટેશન માટે પ્રતિબદ્ધ છે.
દ્વિપક્ષીય વાર્તા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પીએમ જાનસનને સીઓપી-૨૬ના સફળ આયોજનના
અભિનંદન આપ્યા. સાથે જળવાયુ પરિવર્તન પર વૈશ્ચિક કાર્યવાહી માટે પણ તેમને બિરદાવ્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ બ્રિટિશ પીએમને ભારત આવવાનો આગ્રહ કર્યો. બન્ને દેશોની વચ્ચે અફઘાનિસ્તાન, આતંકવાદ, હિંદ પ્રશાંત ઉપરાંત કોવિડ મહામારી બાદ ઈકોનોમિક રિકવરી પર ચર્ચા થઈ.