બ્રિટિશ એરવેઝના ક્રૂ મેનેજર પર અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇનફ્લાઇટ લીડના પદ પર કામ કરનાર અમરદીપ ધારીવાલ પર જાતીય સતામણીના ત્રણ કેસ અને બળાત્કારના બે કેસમાં આરોપી છે. ૫૩ વર્ષીય અમરદીપ ધારીવાલ લાંબા સમયથી એરલાઈન્સ સાથે જાડાયેલા છે અને દુનિયાભરમાં ફર્યા છે. જાકે, તે હવે એરલાઈન્સ સાથે સંકળાયેલો નથી.
થેમ્સ વેલી પોલીસે એક કેસની તપાસ દરમિયાન ધારીવાલની ધરપકડ કરી હતી. ધારીવાલ સામેના આરોપો પૈકીનો એક કથિત જાતીય શોષણની ઘટના સાથે સંબંધિત છે જે બ્રેકનેલ, બર્ક્સમાં બની હતી. બે આરોપો ૨૦૧૮ પછી બ્રિટનની બહાર બનેલી બે ઘટનાઓ સાથે સંબંધિત છે. પશ્ચિમ લંડનના સાઉથોલના રહેવાસી ધારીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બ્રિટિશ એરલાઇન્સમાં તેમની કારકિર્દી દરમિયાન, અમરજીત ધારીવાલ એમો તરીકે જાણીતા હતા. અમરજીત ધારીવાલ સામેની સુનાવણી આવતા વર્ષે રીડિંગ ક્રાઉન કોર્ટમાં થશે.
ગયા વર્ષે, બ્રિટિશ એરવેઝની એક મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો હતો કે દૂર પૂર્વમાં ફ્લાઇટ લેઓવર દરમિયાન એક સહકર્મીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. કર્મચારીએ જણાવ્યું હતું કે રાત્રે બહાર નીકળ્યા પછી અન્ય ફ્લાઇટ એટેન્ડન્ટે તેના હોટલના રૂમમાં તેના પર હુમલો કર્યો. આ પછી બ્રિટિશ એરવેઝની કટોકટી ટીમ મોકલવામાં આવી હતી.
આ પહેલા બ્રિટિશ એરવેઝની અન્ય એક મહિલા કર્મચારીએ આ જ વિસ્તારમાં ફ્લાઈટના પાઈલટ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ બે મહિલા કર્મચારીઓ પહેલા અન્ય એક મહિલા કર્મચારીએ એક મહિના પહેલા આરોપ લગાવ્યો હતો કે કેરેબિયન વિસ્તારમાં તેની સાથે બળાત્કાર થયો હતો. સૂત્રોને ટાંકીને બ્રિટિશ અખબાર ધ સને લખ્યું છે કે જાતીય સતામણીના આરોપોને કારણે બ્રિટિશ એરવેઝની હાલત ખરાબ થઈ ગઈ છે.