(એ.આર.એલ),લંડન,તા.૧૫
બ્રિટનમાં રહેતા હિંદુઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાશ્મીર પરની ચર્ચા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ચર્ચા દરમિયાન હોબાળો મચાવ્યો હતો. બ્રિટનમાં રહેતા હિન્દુઓએ આ અંગે ઓક્સફર્ડ યુનિયન સોસાયટીને પત્ર લખ્યો છે. પત્રમાં ચર્ચાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ચર્ચાનું શીર્ષક હતું, આ ગૃહ આઝાદ કાશ્મીરને સમર્થન આપે છે. આ મુદ્દા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા કારણ કે ચર્ચામાં ભાગ લઈ રહેલા બે વક્તા આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા છે.
હિંદુઓની હિમાયત કરતી સંસ્થા સોશિયલ મૂવમેન્ટે યુનિવર્સિટી પ્રશાસનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બે વક્તા મુઝમ્મલ અય્યુબ ઠાકુર અને ઝફર ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બંને વક્તાઓ આતંકવાદીઓ સાથે કનેક્શન ધરાવે છે. સંગઠને કહ્યું કે મુઝમ્મલ પર નફરતભર્યા ભાષણ આપવાનો આરોપ છે. આ સાથે તેના એવા સંગઠનો સાથે કનેક્શન છે જેની કડીઓ સીધી આતંકવાદીઓ સાથે જાડાયેલી છે.
ઠાકુરે તેમની સંસ્થા વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટના કામ પર પણ ભાર મૂક્યો હતો. મુઝÂમ્મલ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટ અને મર્સી યુનિવર્સલના પ્રમુખ છે. જેની શરૂઆત તેના પિતાએ કરી હતી. સ્કોટલેન્ડ યાર્ડ અને એફબીઆઈ જેવી બ્રિટનની એજન્સીઓ દ્વારા આ બંને સંસ્થાઓની તપાસ કરવામાં આવી છે.
આ સાથે પત્રમાં લખવામાં આવ્યું હતું કે મુઝમ્મલ અય્યુબ નફરતભર્યા ભાષણો આપે છે, તેની સામે ઘણા કેસ પણ નોંધાયેલા છે. તે સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં ડર ફેલાવે છે અને તેમને ગુના કરવા માટે ઉશ્કેરે છે. જ્યારે ઝફર ખાન જેકેએલએફના અધ્યક્ષ છે જે જૂથ સાથે સંકળાયેલા છે. જે કાશ્મીરના હિન્દુઓને નિશાન બનાવે છે.જેકેએલએફે જ ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મ્હાત્રની હત્યા કરી હતી, જેનું ૧૯૮૪માં બ્રિટનમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એક આતંકવાદી સંગઠન છે, જે બ્રિટનના ઘણા શહેરોમાં ફેલાયેલું છે.