બ્રિટનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની ડિગ્રીઓ ત્યાંની યુનિવર્સિટીઓમાં અટવાઈ છે. આવી સ્થિતિમાં હવે આ તમામ વિદ્યાર્થીઓ તેમના વતન પરત ફરશે. ડિગ્રી વિના આ વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ અને કોઈપણ નોકરી માટે અરજી કરી શકતા નથી. બ્રિટનની લગભગ ૧૪૫ યુનિવર્સિટીઓમાં ચાર મહિનાથી હડતાળ ચાલી રહી છે, જેના કારણે ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ યુનિવર્સિટીઓના પરીક્ષક હડતાળ પર છે અને તેના કારણે કોપીની ચકાસણી થઈ શકતી નથી. રિપોર્ટ અનુસાર યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી સ્છ કરી રહેલા સુમિત શર્માએ જણાવ્યું કે, ડિગ્રી ન મળવાને કારણે તેઓ પીએચડી માટે અરજી કરી શકતા નથી. તેમણે કહ્યું કે જા યુજી અને પીજી ફાઈનલ યરના વિદ્યાર્થીઓને બે મહિનામાં ડિગ્રી નહીં મળે તો તેમને અહીંથી પાછા જવું પડશે.
નિયમો અનુસાર બ્રિટનમાં અભ્યાસ પૂર્ણ કર્યાના બે મહિનામાં ત્યાં ડિગ્રી સબમિટ કરવાની હોય છે. બીજી તરફ કોલકાતામાં અભ્યાસ કરવા આવેલા સૈતાન ઘોષે કહ્યું કે, ડિગ્રી ન મળવાને કારણે હવે તેણે ભારત પરત આવીને વિઝા માટે અરજી કરવી પડશે. તે જ સમયે ડિગ્રી ન મળવાને કારણે, ઘણા વિદ્યાર્થીઓ નોકરી માટે અરજી કરી શકતા નથી.
યુકે યુનિવર્સિટીના લગભગ ૧૪૫ કર્મચારીઓ પગાર વધારાની માંગણી સાથે છેલ્લા ચાર મહિનાથી હડતાળ પર છે અને તેના કારણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંતિમ વર્ષની નકલો તપાસી શકાઈ નથી.