બ્રિટનમાં કોરોનાના નવા વેરિઅન્ટની એન્ટ્રી થતા જ નિયમો વધુ કડક કરી દેવાયા છે. બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ૨૨ કેસ મળ્યા છે. જેને લઇ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. અને પ્રધાનમંત્રી બોરિસ જાનસનને કોરોનાની રસીના બુસ્ટર ડોઝની તરફેણ કરી છે. બોરિસ જાનસને કહ્યું કે શરીરની રોગપ્રતિકારક શક્તિ બુસ્ટર ડોઝ વધારશે.
બ્રિટન સરકારે કહ્યું છે કે દેશમાં મંગળવારે દુકાનો અને સાર્વજનિક પરિવહનમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. આ પગલું દેશમાં ઓમિક્રોનના બે મામલા સામે આવ્યા બાદ કડક પ્રતિબંધો અંતર્ગત લેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે કહ્યું કે બ્રિટનમાં વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓ માટે આરટી પીસીઆર રિપોર્ટ જલ્દી લાગૂ કરવામાં આવશે. મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો છે કે તેમને આશા છે કે તમામ ઉપાયોથી વૈજ્ઞાનિકોને ઓમિક્રોન સ્વરૂપની સંક્રમક્તા અને રસીની અસરકારક્તાના સ્તરનું વિશ્લેષણ કરવા માટે વધારે સમય મળી શકશે.
જાવેદે બ્રિટન પીએમ બોરિસ જાનસન તરફથી જાહેર કડક પ્રતિબંધોના સંદર્ભમા કહ્યું કે અમે કાલે આ ઉપાયો અંગે જાહેરાત કરી કે આપણે જે સફળતા મેળવી છે તેમની રક્ષા કરી શકીએ જેનાથી આપણે બધા આપણા પરિવારોની સાથે ક્રિસમસનો આનંદ લેવાનું ચાલુ રાખી શકીએ. તેમણે કહ્યું કે અમે લોકો તરફથી મળેલી સફળતાની રક્ષા કરવા માટે છીએ. પરંતુ અનુપાતિક અને અસ્થાયી રીતની સરખામણી કરવાનું મહત્વપૂર્ણ છે. મને આશા છે કે આ કંઈક એવું છે જેને થોડાક અઠવાડિયાની અંદર હટાવી શકાય છે.