દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનાં કારણે ટેન્શન વધી રહ્યું છે. ભારતમાં પણ ઓમિક્રાન વેરિયન્ટનાં કેસ વધી રહ્યા છે ત્યારે બ્રિટનમાં ઓમિક્રાન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો હોવાની આશંકા જાવા મળી રહી છે. પીએમ બોરિસ જાહ્ન્સને પોતાના મંત્રીઓને કહ્યું છે કે કોરોના વાયરસનું ઓમિક્રાન સ્વરૂપ ડેલ્ટા કરતાં પણ ખતરનાક છે અને બ્રિટનમાં અત્યારે મોટી સંખ્યામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે.
નોંધનીય છે કે બ્રિટનમાં ઓમિક્રાન વેરિયન્ટનાં ૧૦૧ કેસ સામે આવ્યા હતા જે સાથે જ આખા દેશમાં કુલ ઓમિક્રાન કેસની સંખ્યા વધીને ૪૩૭ થઈ ગઈ છે. બ્રિટનનાં સ્વાસ્થ્ય સાજિદ જાવેદ પહેલા જ કહી ચૂક્યા છે કોરોના વાયરસનાં ઓમિક્રાન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો છે. જાવેદે કહ્યું હતું કે દેશમાં એવા કેસ સામે આવી રહ્યા છે જે વિદેશ જઈને પાછા નથી આવ્યા છતાં ઓમિક્રાનથી સંક્રમિત છે. એવામાં કહી શકાય કે લોકોમાં હવે ઓમિક્રાન વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે.
ઓમિક્રોન વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે. અત્યાર સુધી દુનિયાભરના કુલ ૩૫ દેશમાં ઓમિક્રોન ફેલાઇ ચૂક્યો છે. બીજી લહેર લાવનાર ડેલ્ટાથી ઓમિક્રોન ૫ ગણો વધુ ઝડપી ફેલાય છે. તેનો અંદાજા આ આંકડા પરથી લગાવી શકાય છે કે ડેલ્ટા વેરિએન્ટ જેટલો ૧૦૦ દિવસમાં ફેલાયો હતો ઓમિક્રોન તેટલો માત્ર ૧૫ દિવસમાં જ ફેલાયો છે. ભયની વાત એ છે કે આ વાયરસ સંક્રમણ છતા રિપોર્ટમાં પકડાતો નથી. ઓમિક્રોન વાયરસ ઝડપી મ્યૂટેશન કરનારો વેરિઅન્ટ છે.