(એ.આર.એલ),લંડન,તા.૧૮
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, સન્ડે ટાઈમ્સે અમીરોની નવી યાદી બહાર પાડી છે. આ સમૃદ્ધ યાદીમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની સંપત્તિમાં ગયા વર્ષે ૧૨૨ મિલિયન (લગભગ રૂ. ૧૨૮૭ કરોડ)નો વધારો થયો છે. આવી Âસ્થતિમાં ૨૦૨૩માં નવી યાદીમાં અંદાજિત કુલ સંપત્તિ ૫૨૯ મિલિયનથી વધીને ફ્ર૬૫૧ મિલિયન (રૂ. ૬૮૬૭ કરોડ) થશે.
હવે આ પ્રોપર્ટીથી ઋષિ સુનક રાજા ચાર્લ્સ ત્રીજા કરતા પણ વધુ અમીર બની ગયા છે. બ્રિટનના સૌથી ધનિક લોકોની તાજેતરની સન્ડે ટાઈમ્સની વાર્ષિક યાદી અનુસાર ચાર્લ્સ ગયા વર્ષે સુનાક પરિવાર કરતાં ઊંચો ક્રમ ધરાવે છે. પરંતુ ગયા વર્ષે વ્યÂક્તગત સંપત્તિમાં થોડો વધારો થયો છે, જે ફ્ર૧૦ મિલિયન વધીને ફ્ર૬૧૦ મિલિયન થયો છે.
ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ ૨૦૨૨માં સંપત્તિમાં સ્વર્ગસ્થ રાણી કરતાં વધુ સમૃદ્ધ બની ગયા હતા. તે વર્ષે એલિઝાબેથની સંપત્તિનું મૂલ્ય ૩૭૦ મિલિયન હતું. સુનક તેમના ૩૫ વર્ષના ઈતિહાસમાં સન્ડે ટાઈમ્સની વાર્ષિક સંપત્તિની યાદીમાં સામેલ થનાર પ્રથમ ફ્રન્ટ-લાઈન રાજકારણી બન્યા.ગયા વર્ષ દરમિયાન ઈન્ફોસિસમાં અક્ષતા મૂર્તિના શેરનું મૂલ્ય ફ્ર૧૦૮.૮ મિલિયન વધીને લગભગ ફ્ર૫૯૦ મિલિયન થયું છે. જાકે એક મીડિયા અહેવાલ આપે છે કે, દંપતીની સંપત્તિ ૨૦૨૨માં તેના સ્તરથી નીચે છે જ્યારે તેનો અંદાજ ફ્ર૭૩૦ મિલિયન હતો.
ધ સન્ડે ટાઈમ્સની વાર્ષિક યાદીએ જાહેર કર્યું છે કે, ૨૦૨૩માં જાવા મળતી થીમને ચાલુ રાખીને સતત બીજા વર્ષે બ્રિટિશ અબજપતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. યુકેમાં ૨૦૨૨માં ૧૭૭ અબજાપતિ હતા જે ગયા વર્ષે ઘટીને ૧૭૧ થઈ ગયા અને આ વર્ષે ફરી ઘટીને ૧૬૫ થઈ ગયા.