(એ.આર.એલ),લંડન,તા.૧૩
બ્રિટનના પોલીસ અને અપરાધ પ્રધાન વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠકમાં ચોરી અને શોપલિફ્ટંગની સમસ્યા પર વાત કરી રહ્યા હતા ત્યારે તે પ્રધાનનું પર્સ જ ચોરાઇ ગયું.
એક સરકારી અધિકારીએ આ જાણકારી આપી હતી. ડિઆના જાન્સન મધ્ય ઇંગ્લેન્ડના પોલીસ અધિક્ષકોના સંગઠનની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બેઠકમાં વક્તવ્ય આપતાં પ્રધાનને જણાવ્યું હતું કે ક્રિમિનલ જસ્ટસ સિસ્ટમ તુટી ચુકી છે.
અધિકારીએ જાણકારી આપી હતી કે સંમેલનમાં જાન્સનનું પર્સ ચોરાઇ ગયું હતું, જાકે તેમની સુરક્ષા જાખમાયી નહોતી. પોતાના વક્તવ્યમાં જાન્સને જણાવ્યું હતું કે બ્રિટન સમાજ વિરોધી વ્યવહાર, ચોરી અને શોપ લિફ્ટંગ જેવી પ્રવૃત્તિનો મહામારીની જેમ સામનો કરી રહ્યું છે. પર્સની ચોરી થયા પછી ગૃહ મંત્રાલય કે આંતરિક સુરક્ષા મંત્રાલયે ટિપ્પણી આપવાનું ટાળ્યું હતું. વોરવિકશાયર પોલીસે જણાવ્યું હતું કે સંમેલનજે સ્થાને યોજાયું હતું તે હોટલમાં પર્સ ચોરી થઇ હતી. તે સંબંધમાં થયેલી ફરિયાદની પોલીસ તપાસ કરી રહી છે.