(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જવા રવાના થઈ ગયા છે. પીએમના રશિયા પ્રવાસ પહેલા કઝાન શહેરમાંથી ખાસ તસવીરો સામે આવી છે. પીએમ મોદીને આવકારવા માટે એનઆરઆઇઓએ હો‹ડગ્સ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટÙપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર રશિયાની મુલાકાતે છે.યજમાન રશિયાની અધ્યક્ષતામાં અહીં ૧૬મી બ્રિકસ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કઝાનમાં આયોજિત બ્રિક્સ દેશોના સંમેલન સિવાય પીએમ મોદી બ્રિક્સના સભ્ય દેશો અને કઝાનમાં આવનાર અન્ય આમંત્રત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે.કઝાનથી સામે આવેલી તસવીરોમાં જાઈ શકાય છે કે પીએમ મોદીને ભારતીય પ્રજાસત્તાકના વડાપ્રધાન તરીકે લખવામાં આવ્યા છે. રશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ પોસ્ટરમાં ભારત શબ્દનો ઉપયોગ કર્યો નથી. કાઝાનમાં બ્રિક્સ સંમેલન પહેલા થઈ રહેલી સજાવટ અને તૈયારીઓનો એક વીડિયો સામે આવ્યો છે. તસ્વીરોમાં જાઈ શકાય છે કે હોટલ કઝાન સહિત સમગ્ર શહેરને ગ્લોબલ કોન્ફરન્સ માટે ખાસ સજાવવામાં આવ્યું છે.મંગળવારે રશિયાની મુલાકાતે જતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારત બ્રિક્સની અંદર ગાઢ સહકારને મહવ આપે છે જે વૈશ્વક વિકાસ એજન્ડા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.’ વડાપ્રધાન મોદી બ્રિક્સ સમૂહની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયાના શહેર કઝાનની બે દિવસીય મુલાકાતે મંગળવારે રવાના થયા હતા. આ દરમિયાન, વડાપ્રધાને કહ્યું કે ગયા વર્ષે નવા સભ્યોના ઉમેરા સાથે બ્રિક્સના વિસ્તરણથી વૈશ્વક સુધારણા માટે તેની સમાવેશીતા અને એજન્ડામાં વધારો થયો છે.પીએમ મોદીએ કહ્યું કે તેઓ સમિટમાં વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચાની આશા રાખે છે. તેમણે કહ્યું, ‘ભારત વૈશ્વક વિકાસલક્ષી એજન્ડા, બહુપક્ષીયવાદ, આબોહવા પરિવર્તન, આર્થિક સહયોગ, સ્થતિસ્થાપક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો વગેરે સંબંધિત મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે બ્રિક્સની અંદર નજીકના સહયોગને મહવ આપે છે. એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. હું અન્ય બ્રિક્સ નેતાઓને પણ મળવા આતુર છું.