અમરેલીના વિવિધ ૩૧૦ રસ્તાઓનું કામ થનાર છે ત્યારે આજે બ્રાહ્મણ સોસાયટીથી ગોળ દવાખાના સુધીના સીસીરોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, ભાજપ અગ્રણી અને સારહિ યુથ ક્લબ પ્રમુખ મુકેશભાઇ સંઘાણી, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા, ચંદુભાઇ રામાણી, સદસ્યો પિન્ટુભાઇ કુરુંદલે, નિલેશભાઇ ધાધલ, ખુશ્બુબેન ભટ્ટ, જયાબેન બારૈયા પાલિકા ઇજનેર એચ.પી. ખોરાસીયા તેમજ યોગેશ્વર, ગોપાલનગર વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં આવેલ ૧ર જેટલી સોસાયટીઓના રહીશોને ચિત્તલ રોડ સાથે જાડતા રોડ યોગેશ્વરનગરથી ગોળ દવાખાના સુધીના સીસીરોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે મુકેશભાઇ સંઘાણી સહિતના આગેવાનોએ પાલિકાની કામગીરીને બિરદાવી હતી.