રૂપિયાનાં લોભમાં કેટલાક ધુતારા ઓ લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સહેજ પણ અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં સરખેજ વિસ્તારમાંથી પોલીસ એ બ્રાન્ડેડ કંપનીનાં નામે બનાવટી ઘીનું વેચાણ કરતા બે લોકો ને ઝડપી લીધા છે.
સરખેજ પોલીસે બાતમી ના આધારે સાણંદ સરખેજ સર્કલ નજીક સફારી ટ્રાન્સપોર્ટ નજીક આવેલ જગદીશ એસ્ટેટ ગોડાઉન નંબર ૨ માં રેઇડ કરીને જોણીતી બ્રાન્ડ ના ૧૫ કિલોનાં ૧૬૦ ડબ્બા ,આં જ કંપનીનાં પ્રિન્ટ કરેલ પૂંઠા ૧૦૦ નંગ અને બીજી એક કંપનીનાં પૂંઠાનાં બોક્ષ, એક બોલેરો પિક અપ વાન સહિત કુલ ૮ લાખ ૩૨ હજોર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે માધુપુરાનાં દેવ વાઘેલા તેમજ રાજકોટનાં અલ્પેશ દવેરા નામના બે આરોપી ઓની ધરપકડ કરી છે. પોલીસ એ બંને આરોપી ઓ સામે ટ્રેડ માર્ક એકટ, કોપી રાઈટ એકટ અને છેતરપિંડી નો ગુનો દાખલ કરી ને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસ માં જોણવા મળ્યું છે કે આરોપી ઓ કડી થી હલકી ગુણવત્તા નું ઘી લાવી ને અહી બ્રાન્ડેડ કંપનીનાં ડબ્બામાં પેકિંગ કરીને વેચાણ કરતા હતા. આરોપીઓએ છેલ્લા પાંચેક દિવસથી અહી ગોડાઉન શરૂ કર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં જોણવા મળ્યું છે. જો કે આં ઘી માં ક્યાં ક્યાં પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હતી અને સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ જોણી શકાશે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી ને તેમને અત્યાર સુધીમાં કોને કોને અને કઈ જગ્યાએ આ ઘીનું વેચાણ કર્યું છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.