બ્રાઝિલના ઉત્તરપૂર્વીય રાજ્ય પરનામ્બુકોમાં શનિવારે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૨૯ લોકોના મોત થયા છે. આ પ્રદેશના અન્ય એક રાજ્ય અલાગોસમાં શુક્રવારે પૂરમાં નદી વહેવાથી બે લોકોના મોત થયા હતા. નાગરિક સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે પરનામ્બુકોમાં પૂરના કારણે ૧,૦૦૦ થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી.
પરનામ્બુકોમાં સિવિલ પ્રોટેક્શન એજન્સીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી, લેફ્ટનન્ટ કર્નલ લિયોનાર્ડો રોડ્રિગ્સે ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ ૩૨,૦૦૦ પરિવારો ભૂસ્ખલન અથવા પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં રહે છે.
રેસિફ શહેરમાં બેઘર લોકો માટે શાળાઓ ખોલવામાં આવી છે. અલાગોસમાં, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદની અસરોને કારણે ૩૩ નગરપાલિકાઓએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ ટિવટર પર કહ્યું કે પ્રાદેશિક વિકાસ મંત્રાલય અને સશ† દળોની ટીમોને પણ રાહત અને બચાવ કાર્ય માટે લાગોસ મોકલવામાં આવશે.