ભારતે બ્રહ્મોસ એર લોન્ચ મિસાઈલન નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. ઑઁ બ્રહ્મોસ મિસાઈલને સુખોઈ-૩૦ એમકેઑઁઈ યુદ્ધ વિમાન પરથી લોન્ચ કરવામાં ઑઁવી હતી. વિમાન પરથી મિસાઈલનું પ્રક્ષેપણ યોજના મુજબ જ રહ્યું. મિસાઈલે બંગાળની ખાડીમાં પોતાના ટાર્ગેટ પર સીધો પ્રહાર કર્યો.
ઑઁ સાથે જ ભારતીય વાયુસેનાએ ઘણા લાંબા અંતર સુધી જમીન કે સમુદ્રમાં ટાર્ગેટ પર સુખોઈ વિમાન પરથી નક્કર હુમલો કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે.ભારતીય વાયુસેના, ભારતીય નેવી, ડીઑઁરડીઓ, બીએપીએલ અને હિન્દુસ્તાન એરોનોટિકલના સંયુક્ત પ્રયાસોથી ઑઁ ઉપલબ્ધ પ્રાપ્ત કરવામાં ઑઁવી છે. સુખોઈ વિમાનના હાઈ પર્ફોમન્સની સાથે એર લોન્ચ બ્રહ્મોસ મિસાઈલનું લાંબા અંતરની ક્ષમતાએ ભારતીય વાયુસેનાને રણનૈતિક રીતે લીડ અપાવી છે.