(એ.આર.એલ),નાગપુર,તા.૩
નાગપુરની એક કોર્ટે સોમવારે બ્રહ્મોસના ભૂતપૂર્વ એન્જનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અહેવાલ છે કે નિશાંતની ૨૦૧૮માં જાસૂસી અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને માહિતી આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને દોષિત ઠેરવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અહેવાલો અનુસાર, નિશાંત બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જનિયર તરીકે કામ કરતો હતો, જે ભારતના ડીઆરડીઆઇ અને રશિયાના મિલિટરી ઈન્ડસ્ટ્રીયલ કન્સોર્ટિયમ વચ્ચે સંયુક્ત સાહસ છે. બ્રહ્મોસ એરોસ્પેસ ભારતની સુપરસોનિક ક્રુઝ મિસાઈલ વિકસાવવા પર કામ કરી રહી છે, જેને જમીન, હવા, સમુદ્ર અને પાણીની અંદરથી પણ લોન્ચ કરી શકાય છે.