રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા અમરેલીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને રાખડી બાંધી દિવ્ય રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, અમરેલી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. ગીતાબહેન દ્વારા જિલ્લા કલેક્ટર ભારદ્વાજ, પોલીસ અધિક્ષક સંજય ખરાત અને જિલ્લા વિકાસ અધિકારી પંડ્‌યાને રાખડી બાંધવામાં આવી હતી.