બ્રહ્માકુમારીઝ દિવ્ય અનુભૂતિ ભવનના જ્ઞાનમોતી હોલમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં શહેરના ૩૦૦થી વધુ બાળકો અને ૧૦૦થી વધુ વાલીઓએ આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. પવિત્ર ઓમ મંત્રના નાદથી પ્રારંભ થયેલા આ કાર્યક્રમમાં બ્ર.કુ. કિંજલદીદીએ બાળકોને સકારાત્મક જીવન જીવવાના દસ મૂલ્યવાન સૂત્રો આપ્યા હતા. બ્ર.કુ. કંચનદીદીએ રસપ્રદ ઉખાણાં અને કોયડા દ્વારા સ્વસ્થ આહારની મહત્તા સમજાવી હતી. સંસ્થાના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. ગીતાદીદીએ મેડિટેશન દ્વારા બાળકોને દિવ્ય શક્તિઓનો અનુભવ કરાવ્યો હતો.