બ્રહ્માકુમારીઝ દિવ્ય અનુભૂતિ ભવન ગ્રીનપાર્ક સોસાયટી કેરીયારોડ અમરેલી ખાતે તા.પ થી ૧૦ મે સુધી પ થી ૧પ વર્ષના બાળકો માટે ઉનાળાના વેકેશનનો સદ્‌ઉપયોગ થાય તે હેતુથી દિવ્ય સંસ્કાર સમર કેમ્પનું આયોજન સાંજે પ વાગ્યાથી સાંજના ૬ઃ૩૦ કલાક સુધી કરવામાં આવેલ છે. કેમ્પમાં બાળકોને મેડીટેશન, આધ્યાત્મિક જ્ઞાન શીખવવામાં આવશે. સાથે સાથે જ્ઞાન ગમ્મતની અલગ અલગ રમતો રમાડવામાં આવશે. આંતરિક વિકાસ માટે વીડિયોથી જ્ઞાન, શારીરિક તંદુરસ્તી માટે કસરત, ડાન્સ એકટીવીટી તથા રોજરોજ જુદો જુદો સાત્વિક પ્રભુપ્રસાદ આપવામાં આવશે તો સંસ્કાર ઘડતર માટે કોઈપણ જાતની ફી વગર ખાસ બાળકોને કેમ્પમાં ભાગ લેવા ઈશ્વરીય આમંત્રણ છે. તો આજે જ આપનું નામ મો. નં. ૮૩ર૦૦ ૭પ૩૩૪ પર લખાવો તેમજ રૂબરૂ બ્રહ્માકુમારીઝ દિવ્ય અનુભૂતિ ભવન ગ્રીનપાર્ક સોસાયટી કેરીયારોડ અમરેલી ખાતે પણ નામ લખાવી શકશો. બાળકોએ નોટ, પેન ફરજિયાત સાથે લાવવા. તા.પ મેના રોજ સાંજે પ વાગે આ કેમ્પનું ઉદ્‌ઘાટન થશે તેમ મુખ્ય સંચાલિકા ગીતાદીદીની યાદીમાં જણાવવામાં આવેલ છે.