રાખી સાવંત એક એવી અભિનેત્રી છે જે પોતાના જીવનની દરેક માહિતી ફેન્સ સાથે શેર કરતી રહે છે. પછી તે તેના લગ્ન સાથે જોડાયેલો મામલો હોય કે તેના નવા બોયફ્રેન્ડ અંગેનો ખુલાસો હોય. અભિનેત્રીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી કે હવે તેના જીવનમાં કોઈ ખાસ આવ્યું છે, જે તેને ખૂબ પ્રેમ કરે છે. રાખી સાવંતે એક ફંક્શનમાં લોકોને આ બોયફ્રેન્ડનો પરિચય પણ કરાવ્યો હતો.
રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવવ રહે છે. હાલમાં જ તેણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે સફેદ હિજોબમાં જોવા મળી રહી છે. રાખી સાવંતના આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારના સવાલો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં રાખી સારી વસ્તુઓ કરવાનું કહી રહી છે અને દુનિયાને બચાવવાની વાત કરતી જોવા મળી રહી છે.