બોલીવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા ૪૬ વર્ષની વયે બે જોડિયા બાળકોની માતા બની છે.પ્રીતિએ પોતાની ખુશીની પળોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેમાં પોતાના બંને બાળકોના નામ પણ ચાહકોને જણાવ્યા છે.
પ્રીતિએ પોતાના પતિ સાથે ફોટો શેર કરીને કહ્યુ હતુ કે, આજે હું તમારી સાથે એક અદભૂત ખબર શેર કરવા માંગુ છું. હું અને મારા પતિ જીન આજે બહુ ખુશ છે અને અમારા હૈયા પ્રેમથી છલકાઈ રહ્યા છે કારણકે અમારા ઘરમાં બે જોડિયા બાળકો જય અને જીયાએ જન્મ લીધો છે.
પ્રીતિએ આગળ પોસ્ટમાં લખ્યુ છે કે, અમે અમારા જિવનના નવા તબક્કાને લઈને બહુ રોમાંચિત છે.તમામ ડોક્ટર્સ, નર્સ અને અમારી સરોગેટનો હું આભાર માનુ છું.પ્રીતિની પોસ્ટથી સ્પષ્ટ થયુ છે કે, તે સરોગસીથી માતા બની છે.હવે ચાહકોને આ બે બાળકોની ઝલક જોવા માટે આતરુતા છે.