બોલિવિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એક સગીર સાથેના યૌન શોષણના મામલામાં ઘેરાયેલા છે. પ્રોસિક્યુટર્સે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ મોરાલેસ ઇવો મોરાલેસની જાતીય શોષણના કેસમાં ધરપકડ કરવાની માંગણી કરી હતી. આરોપ છે કે ભૂતપૂર્વ રાષ્ટÙપતિ મોરાલેસે ૧૫ વર્ષની છોકરીનું યૌન શોષણ કર્યું હતું, જેની સાથે તેને એક બાળક પણ છે. મોરાલેસની ધરપકડ માટે વોરંટ જારી કરવામાં આવ્યું છે કારણ કે તેણે આ કેસમાં તેનું નિવેદન નોંધવાના આદેશનો અનાદર કર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે આ વોરંટને જજની મંજૂરી મળવાની બાકી છે. મોરાલેસ, ૨૦૧૯ સુધી, બોલિવિયામાં ૧૩ વર્ષથી સત્તામાં હતા. સપ્ટેમ્બરમાં પહેલીવાર યૌન શોષણના આ ગંભીર આરોપમાં તેની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા. ત્યારથી, મોરાલેસ છપરેના ગ્રામીણ વિસ્તારમાં છુપાયેલો છે. આ વિસ્તાર તેમના કટ્ટર સમર્થકોથી  ઘેરાયેલો છે.
બોલિવિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોરાલેસ પર ૨૦૧૬માં એક કિશોરી સાથે યૌન શોષણ કરવાનો અને કિશોરી સાથે બાળક હોવાનો આરોપ છે. બોલિવિયન કાયદા હેઠળ આને દુષ્કર્મ ગણવામાં આવે છે. મોરાલેસે હજુ સુધી ધરપકડના આદેશ પર ટિપ્પણી કરી નથી, પરંતુ તેણે અગાઉ આવા ગેરવર્તણૂકમાં કોઈ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. મોરાલેસે કહ્યું હતું કે, “આ મને રાજકીય રીતે બરબાદ કરવાનું કાવતરું છે. સરકારી વકીલોના જણાવ્યા અનુસાર પૂર્વ રાષ્ટÙપતિએ સગીરનું યૌન શોષણ કરીને ગંભીર ગુનો કર્યો છે. આનો પુરાવો તેણીને જન્મેલ બાળક છે.