માર્ચ ૨૦૨૪માં લેવાયેલી બોર્ડ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ તનતોડ મહેનત કરીને પરીક્ષા આપી હતી. આચારસંહિતાના કારણે બોર્ડના સંનિષ્ઠ ભગીરથ પ્રયત્ન થકી પરિણામ તો સમયસર તૈયાર થઈ ગયું હતું. લોકસભાના ઇલેક્શનના કારણે ચૂંટણી કમિશનની મંજૂરી માંગેલી મળી નહિ. ચૂંટણી પૂર્ણ થતા ૮ અને ૧૧ માર્ચના રોજ એચ.એસ.સી અને એસ.એસ.સી બંને પ્રવાહોનું પરિણામ બોર્ડ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું. ચાલુ સાલે પરીક્ષાનું માળખું બોર્ડ દ્વારા નવું નિર્માણ કરવામાં આવ્યું. ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને ૭૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નો થકી બેલેન્સ ક્વેશ્ચન પેપર તૈયાર કરવામાં આવ્યું. પરીક્ષાએ જીવનનો અંતિમ પડાવ નથી. સીબીએસસીની પરીક્ષા પદ્ધતિ અને ગુજરાત બોર્ડની પરીક્ષા પદ્ધતિ ફરક છે. સેન્ટ્રલ બોર્ડમાં ટોટલ માર્કથી પાસ થવાય છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પદ્ધતિ અસરકારક અને વિદ્યાર્થીઓને અનુકૂળ હોવાથી ચાલુ સાલે ઉતમ પરિણામ આવ્યું છે. સી. બી. એસ. સી. બોર્ડ ગુજરાત બોર્ડમાંથી ઘણું બધું મેળવ્યું રહ્યું છે. બોર્ડના અધિકારીશ્રીઓ રાત દિવસ એક કરીને શ્રેષ્ઠ કાર્ય કરે છે. થોડા સમય પહેલા પંજાબ એજ્યુકેશન બોર્ડના અધિકારીઓ દ્વારા ગુજરાત બોર્ડની મુલાકાતે આવ્યા હતા ત્યારે આપણા બોર્ડની કામ કરવાની શૈલી અને ઓછો સ્ટાફ હોવા છતાં આટલું ઉત્તમ કાર્ય ઝડપથી ગુજરાત બોર્ડ કરે છે ત્યારે પંજાબ એજ્યુકેશન બોર્ડ ગુજરાત બોર્ડને સલામ કરે છે. પંજાબ એજ્યુકેશન બોર્ડ પાસે ૧૨૦૦ કર્મચારીઓ હોવા છતાં આટલું અસરકારક કામ થતું નથી. અને ગુજરાત બોર્ડ આખા રાજ્યમાં સીસીટીવી કેમેરાથી પારદર્શક રીતે બોર્ડ પરીક્ષા લેવાય છે તેમજ સમયસર પરિણામ આપવું અને ગેરરીતિ વગર સારી પરીક્ષા લેવા માટે અલાયદુ આયોજન કરીને માઈક્રો પ્લાનિંગથી પરીક્ષા પદ્ધતિ વિશે બોર્ડના અધ્યક્ષશ્રી, સચિવશ્રી, સંયુક્ત નિયામકશ્રી, પરીક્ષા નિયામકશ્રી અને પરીક્ષા સચિવશ્રી તેમજ વર્ગ બેના અધિકારીઓ તનતોડ મહેનત કરીને ટેકનોલોજીના માધ્યમથી આખા ગુજરાતની અસરકારક રીતે બોર્ડ પરીક્ષા પરિપૂર્ણ કરે છે. જે દેશ માટે ગૌરવ રૂપ છે. બોર્ડ સારું જ કાર્ય કરે છે તેનો હું સાક્ષી છું. બોર્ડના નાયબ અધ્યક્ષ દીનેશભાઈ સાહેબ તેમજ બોર્ડના તમામ અધિકારીઓ અંગત રસ લઈને પરીક્ષામાં રાત દિવસ એક કરી પરીક્ષા ઉત્સવ સાવચેતીપૂર્વક પરીપૂર્ણ કરે ત્યારે ગૌરવ થાય છે. મીડિયાવાળા પરીક્ષાના બોર્ડ પરીક્ષાના પેપરો વખતે સાચું જાણ્યા વગર ખોટા સમાચારો પ્રકાશિત કરી દે છે.પરીક્ષાના પેપરોનું પ્રૂફ થતું નથી કદાચ ભાષાકીય ભૂલો આવી હોય ત્યારે છબરડા એવું છાપી બોર્ડની બરબાદી કરે છે ત્યારે એક્સપર્ટનો ઓપીનીયન્સ લઈને પોલીસ ફરિયાદ કરવી જોઈએ. સામાજિક વિજ્ઞાનમાં ધોરણ ૧૦ માં છ ભાષાકીય ભૂલો હતી. તે વખતે અર્ેંહ્વી અને મીડિયા ઉપર ૨૨ ભુલો છે. એવું ટીવી ચેનલ ઉપર મૂકીને બોર્ડની છબીને ખરડવાનો પ્રયાસ કરનાર પર કેસ કરવો જોઈએ. ભાષાકીય ભૂલોના કારણે જવાબમાં કોઈ ફરક પડતો નથી તો તેને ભૂલ કહેવાય ? અક્ષર ગાંધીજી જેવા ઓછા હોય છે? ઉતમ અને અસરકારક કામગીરી બોર્ડ કરે છે ત્યારે મીડિયામાં કેમ મૂકતા નથી ? ઘણી વખતે અભ્યાસ કર્યા વગર બિનજરૂરી સ્ટેટમેન્ટ આપનાર ઉપર બોડે કાર્યવાહી કરવી જોઈએ? રાત દિવસ એક કરીને વિદ્યાર્થીઓ માટે સારું કાર્ય કરતું બોર્ડ અભિનંદનને પાત્ર છે. ચાલુ સાલે વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે તે ગૌરવની બાબત છે. હું તો વર્ષોથી કહું છું વિદ્યાર્થીઓ આપણા અન્નદાતા છે. તેમને સારા માર્ક આપવા તે આપણી નૈતિક ફરજ છે. વિદ્યાર્થીઓને ખુશ રાખવા અને આગલા વર્ષમાં મોકલવો તે આપણી નૈતિક ફરજ છે. અપવવ્ય અને સ્થગિતાને નાબૂદ કરવાનો સમય છે. લોખંડની એક ખીલી પાણીમાં પલાળ્યા પછી મૂકી રાખો સમયના અંતરે તેને કાટ આવી જશે તેનો કોઈ ઉપયોગ થઈ શકશે નહીં અને ખીલી ભંગાર બની જશે. વિદ્યાર્થી નપાસ થશે એટલે ભણવા તરફની રસ, રુચિ તેનામાં રહેશે નહીં. રખડતો થઈ જશે, નવરો થશે, બિનજરૂરી વિચારો આવશે, ગેરકાયદેસર કામ કરશે અને છેલ્લે સારા વિદ્યાર્થીમાંથી અપરાધી વિદ્યાર્થી બની જશે. જે હાલત ખીલીની થઈ તે વિદ્યાર્થીની કરવી ન હોય તો તેને સારા માર્ક આપીને પાસ કરવો જોઈએ. કેટલાક તત્વચિંતકો એવું કહેતા હશે કે એમનેમ આગલા વર્ષમાં મોકલી દેવાય ? પરંતુ એવા વિદ્યાર્થીઓ છે જ નહીં નવ ધોરણ સુધી માધ્યમિકના શિક્ષકો અભ્યાસક્રમ તો ભણાવે જ છે. તેને લખતા અને વાંચતા થોડું આવડે છે એટલે બોર્ડ પરીક્ષામાં લખી શકશે. ક્યારે પણ એવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો છે. હું એવા વિદ્યાર્થીઓનો વર્ગ શિક્ષક છું ચાલુ સાલે ધોરણ ૧૦ વર્ગ ક ના ૩૪ માંથી ૨૭ વિદ્યાર્થીઓ પાસ થયા. બધા જ વિદ્યાર્થીઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા. અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેમને તમામ પ્રકારની મે સગવડ પૂરી પાડી. રોજ સમજાવું બેટા આટલું તૈયાર કરવાનું, આટલું જોઈને લખવાનું તને આવડશે. ધીમે ધીમે તેમનામાં શિક્ષણ પરત્વે ભાવ જાગ્યો અને સારું પરિણામ લાવ્યા.
વિદ્યાર્થીઓ સાથે આત્મીયતાવારો ભાવ કેળવવો પડશે. આજે આપણને જે પગાર મળે છે તે વિદ્યાર્થીઓ થકી મળે છે. ઘણી વખતે ઊંચી લાયકાત ધરાવતા શિક્ષકો હોય પરંતુ વર્ગમાં ૦% હોય છે મોટી મોટી વાતો કરવાથી પરિણામ નહીં આવી જાય. વિદ્યાર્થીના હૃદય સુધી પહોંચવા માટે વિદ્યાર્થી બનવું પડશે. વિદ્યાર્થીઓને પોતાના દીકરા અને દીકરી સમજવા પડશે. તો જ તેનામાં તમારા પ્રત્યે તેનો ભાવ જાગશે. વિદ્યાર્થી સાથે કેદી જેવો વર્તાવ કરવો જોઈએ નહીં વિદ્યાર્થી છે તો આપણે છીએ. બસ કેટલાક તત્વચિંતકો એમ કહેશે બોડે સારું પરિણામ આપી દીધું બોર્ડ તો માર્કશીટ છાપી આપે છે. પરિણામ તો શિક્ષકોએ તૈયાર કર્યું છે. સારું પરિણામ લાવનારા તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હજુ વધુ લાવવાનું છે. હાયર સેકન્ડરીઓ ફૂલ થઈ જવી જોઈએ. કોલેજોમાં પુષ્કર વિદ્યાર્થીઓ જવા જોઈએ જશે તો કંઈક શીખશે.સ્થગિતા લાવે તે શિક્ષક કહેવાય નહીં. સારું પરિણામ લાવવા માટે જે શિક્ષક મિત્રોઓએ તેમજ બોર્ડ દ્વારા બેલેન્સ કેશ્ચન પેપર નિર્માણ થયુ તેનું તે પરિણામ છે. ગ્રાન્ટેડ શાળાઓમાં જે સમસ્યા છે તેના જન્મદાતા આપણે બધા છીએ. શાળાઓ ચલાવી બહુ અઘરી છે. જે છે તેને ટકાવી રાખવી તમારા હાથમાં છે. આટલી વાત સમજી જજો. નિવૃત્ત થનારા શિક્ષક મિત્રોનો સમયગાળો પૂર્ણ થયો પરંતુ નવયુવાન જે શિક્ષક મિત્રો છે તેમને લાબી મંઝિલ કાપવાની છે. વિદ્યાર્થીઓના હિતાર્થે કાર્ય કરવા માટે લાગી જવાનો આ સમય છે. ૩૦ ટકા વારી સ્કૂલની મુલાકાત લઈ લેજો. ખ્યાલ આવશે વગર ગ્રાન્ટે શાળા કેમની ચલાવી. આ બધી બાબતોનો અભ્યાસ કરવાની જરૂર છે. ઘણી વખતે ૨૫ માર્ક આપનારા મહાપુરુષો ગૌરવ લેતા હોય છે મેં તો ૨૫ જ રાખ્યા. ૨૫ ગુણ લાવનારો વિદ્યાર્થીના ગણાય ? તમારી એક ભૂલના કારણે કોઈકનો એકનો એક દીકરો ફાંસી ના માચડે લટકી જાય છે. ત્યારે તે વાલીની વેદના જાણી છે. નવા સત્ર થી લોક બુક ઉપર એક સરસ વાક્ય લખી રાખજો હો.. રાજ મને વિદ્યાર્થીને ભણાવવાનો રંગ લાગ્યો અને બોર્ડ પરીક્ષા વખતે માર્ક આપવાનો રંગ લાગ્યો… જે શાળાઓનું સારું પરિણામ આવ્યું છે અને ઓછું પરિણામ આવ્યું છે તે સૌને નવા સત્રથી વિદ્યાર્થીઓના હિતાર્થે સારા કાર્યો કરવા માટે શુભેચ્છા પાઠવું છું. શાળાએ જ્ઞાનની ગંગોત્રી છે. તેમાં સારી મૂર્તિઓ આપણે નિર્માણ કરવાની છે આખી દુનિયામાં મોટાભાગના પથ્થરો માધ્યમિકના ભાગે આવેલા છે. તે પથ્થરોમાંથી હાયર સેકન્ડરીની મૂર્તિઓ નિર્માણ કરી આપવાની અને હાયર સેકન્ડરી કોલેજને આપશે કાલેજ હાયર એજ્યુકેશનનું મંદિર નિર્માણ કરશે. પછી કોઈ ચિંતાનો કોઈ સ્કોપ રહેશે નહી. વિદ્યાર્થી દેવો ભવ આ આપણો જીવન મંત્ર હોવો જોઈએ. સૌને પુનઃ સારા પરિણામ લાવવા માટે શુભેચ્છા પાઠવું છું. હજુ સો ટકા સુધી પહોંચવું છે. સહયોગ અને સેવા ક્યારે અટકવી જોઈએ નહીં. જય હો પરિણામનો….. Mo.૯૮૨૫૭૦૨૨૮૨