ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૪ જૂન, ૨૦૨૪ થી તા.૦૬ જુલાઈ, ૨૦૨૪ સુધી ધો.૧૦ અને ધો.૧૨ ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મૂંજવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મળી રહે તેવા આશયથી બોર્ડની સૂચના દ્વારા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તજજ્ઞ શિક્ષકોની કાઉન્સેલિંગ ટીમની રચના કરવામાં આવી છે. જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા શિક્ષકોની ટીમ, આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. જેમાં સરકારી માધ્યમિક શાળા, શાખપુર લાઠીના શિક્ષક પી.યુ.તેરૈયા ૯૪૨૭૪ ૧૨૪૮૭, સુ.સા. હાઈસ્કૂલ વડિયાના શિક્ષક કિરીટભાઈ જોટવા ૯૮૯૮૪ ૬૭૯૯૯, પારેખ અને મહેતા હાઈસ્કૂલ જાફરાબાદના શિક્ષક વી.બી. અગ્રાવત ૯૪૨૬૯ ૮૫૭૩૫, જી.એન. દામાણી હાઈસ્કૂલ, ધારીના શિક્ષક. પી.ડી. પટાટ ૯૮૨૫૭ ૩૬૫૫૦, જનતા વિદ્યાલય તાતણીયા, તા.ખાંભાના શિક્ષક ધર્મેન્દ્રભાઈ કનાળા ૯૯૯૮૩ ૨૦૦૪૫, સરકારી માધ્યમિક શાળા દેવકા તા.રાજુલાના શિક્ષક અનિલભાઈ પરમાર ૭૫૬૭૦ ૩૧૩૩૩નો સંપર્ક કરી શકશે. જ્યારે એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ માટે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા-લીલીયા મોટાના શિક્ષક કમલેશભાઈ ખાંધલા ૯૮૯૮૯ ૨૩૧૨૨, સરકારી કમળશી હાઈસ્કૂલ બાબરાના શિક્ષક દીપકભાઈ મકવાણાનો ૯૦૯૯૭ ૦૧૬૬૧ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૮૦૦૨૩૩૫૫૦૦ શરુ કરવામાં આવી છે, જેમાં સવારે ૧૦.૦૦થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી આગામી તા.૨૧ જૂન, ૨૦૨૪ થી તા.૦૪ જુલાઈ, ૨૦૨૪ સુધી સંપર્ક કરી શકાશે.