ફરી એકવાર લાગી છે શિક્ષણને લાંછન લાગે તેવી ઘટના. ધોરણ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના સામે આવતા ખળભળાટ. ગુજરાતના આણંદ જિલ્લામાં બે જગ્યાએ બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરી એટલેકે, માસ કોપી કેસની ઘટના પ્રકાશમાં આવી. આણંદ જિલ્લાના કરમસદ અને તારાપુરમાં બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ ઝડપાયા. કરમસદની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં સામુહિક ચોરીની ઘટનાએ હડકંપ મચાવ્યો.
ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં સામુહિક ચોરી કરાવાઈ રહી હોવાની ખુલ્યું. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની ભૂગોળની પરીક્ષામાં માસ કોપી કેસ થયો. પરીક્ષાર્થીઓ સામૂહિક રીતે વર્ગખંડોમાં કરી રહ્યાં હતાં ચોરી. જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાની અચાનક મુલાકાત લેતા થયો મોટો ખુલાસો. માસ કોપી કેસની ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ સ્થળ સંચાલક સહિતના સ્ટાફની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી. ત્રાહિક વ્યÂક્તઓ દ્વારા બોર્ડની પરીક્ષા આપી રહેલાં વિદ્યાર્થીઓને બારીમાંથી પ્રશ્નોના જવાબ લખાવવામાં આવતા હતા. જાકે, આ ઘટનામાં વિદ્યાર્થીઓને કોપી કરાવનાર વ્યÂક્ત ફરાર થઈ ગઈ છે. બીજા એક સેન્ટર તારાપુરમાં તો વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં આવીને કોપી કરાવાતા હોવાનું, ક્લાસમાં રીતસર બધાને જવાબો લખાવાતા હોવાનું પણ સામે આવ્યું. સમગ્ર મામલે શિક્ષણ રાજ્યમંત્રીએ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
પ્રફૂલ પાનસેરિયા, શિક્ષણ રાજ્યમંત્રીએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, કરમસદની ઘટના અમારા ધ્યાને આવી છે. જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. મારા બાળકો પણ પરિક્ષા આપતા હોય છે. હું પણ વાલી છું એટલે કોઈપણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય. જા કોઈની સંડોવણી હશે તેની સામે પગલાં લેવામાં આવશે. જરૂર જણાશે તો આ પરીક્ષા કેન્દ્રને પણ ડિલિટ કરવું પડે તો પણ તેને ડિલીટ કરીશું.આણંદના કરમસદમાંથી માસ કોપીનો કેસ સામે આવ્યો છે તેની અમને જાણ થઈ છે. ૧૫ લાખથી વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપી રહ્યાં છે. સીસીટીવી ફૂટેજ લઈને તેનું એનાલિસિસ કરીને પગલાં લેવામાં આવશે.જેણે ગૂનાઈત પ્રવૃત્તિ કરી છે તેને છોડવામાં નહીં આવે. અમે કડક પગલાં લઈશું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યુંકે, ડમી રાઈટરથી લઈને અનેક પરિક્ષાઓમાં આવી ગેરરીતિઓ થાય છે. સરકારે પગલાં લેવા જાઈએ. અગાઉના કેસોમાં પણ કોઈ ખાસ કાર્યવાહી કરાઈ નથી. આ બાબત ચલાવી લેવાય એવી નથી. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે જાડાયેલો પ્રશ્ન છે. શિક્ષણ વિભાગે, અધિકારીઓએ પણ જાગવાની જરૂર છે. સરકાર વાતો કરે છે પણ પગલાં લેતી નથી, આવા કેસોમાં ખરેખર ક્યારે પગલાં લેવામાં આવશે.