સાવરકુંડલાની બોરાળા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઇ પાનસુરીયાએ સરપંચ તથા સમગ્ર ટીમનું સન્માન કરી ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. સરપંચ તરીકે કંચનબેન રાદડીયા બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે સભ્યોમાં અતુલભાઇ રાદડીયા, અશોકભાઇ કથીરીયા, મનીષભાઇ હેલૈયા, હંસાબેન કથીરીયા, ઇલાબેન ધાધલ, ભીખાભાઇ દુધાત, કાજલબેન સેદડીયા તથા વનીતાબેન દુધાતના નામ જાહેર કરાયા છે. ગામલોકોએ આ સમગ્ર ટીમ પર વિશ્વાસ મુકી ગ્રામ પંચાયતની જવાબદારી સોંપી છે. આગેવાનોએ ગ્રામજનોના નિર્ણયને આવકાર્યો છે.