આણંદના બોરસદમાં એક જ રાતમાં ૧૨ ઇચ વરસાદથી તારાજી સર્જાઇ છે.બોરસદના રસ્તા પાણી ગરકાવ થયા તો સોસાયટી બેટમાં ફેરવાઇ ગઇ છે તારાજી બાદ એનડીઆરએફએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.૨૦૦થી વધુ લોકોને સલામત રીતે આશ્રય સ્થાનમાં એનડીઆરએફ દ્વારા ખસેડવામાં આવ્યા છે.લોકોના ઘર અડધા વરસાદી પાણીમાં ગરકાવ થયા હતાં
આણંદના બોરસદમાં મેધ તારાજીથી હાલાકી સર્જાઇ છે.બોરસદમાં ભારે વરસાદને પગલે ન માત્ર શહેર પરંતુ આસપાસના ગામડા પણ પાણીમાં ગરકાવ થયા છે બોરસદ તાલુકાના કસારી પબાસે બે લોકોના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયા છે તો ભાદરણમાં ૩૫થી વધુ ગધેડાઓના પાણીમાં ડુબવાથી મોત થયા છે આ ઉપરાંત ચાર ભેંસ અને પાંચ બકરીઓ પણ ડુબવાના સમાચાર છે આમ પહેલા જ વરસાદમાં ૬૫ પશુઓના મોત નિપજયા છે આમ બોરસદમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે.
બોરસદામાં વરસાદના આંકડા જોઇએ તો આંકરાવમાં બે મીમી,આણંદમાં ચાર મીમી,ખંભાતમાં ૧૭ મીમી પેટલાદમાં ચાર મીમી અને બોરસદમાં ૨૩ મીમી વરસાદ થયો છે.
હોરસદના સિસ્વા ગામમાં વરસાદી પાણીમાં એક યુવક ગરકાવ થયો છે ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સિસ્વા ગામમાં ૨૪ કલાક બાદ પણ જળ બંબાકાર જેવી સ્થિતિમાં છે ૧૨ ઇચ વરસાદના પાણી હજુ સુધી ઓંસર્યા નથી લોકોના ઘર અડધા વરસાદી પાણીમાં ગરકાવ થયા હતાં.
બોરરસદમાં જયાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે આસપાસના ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.તો સોસાયટીઓ બેટમાં ફેરવાઇ છે.મેધ તારાજી બાદ એનડીઆરએફએ બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી છે સિસ્વા તળાવ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્કયું કર્યું હતું લગભગ ૨૦૦થી વધુ લોકોને સલામત રીતે આશ્રય સ્થાનમાં ખસેડાયા છે.
રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ૮.૩૬ ઇચ વરસાદ ખાબક્યો છે.હજુ પણ ત્રણ દિવસ રાજયમાં ભારે વરસાદની આગાહી છે.