સરકાર દ્વારા બોરવેલ માટે લાદવામાં આવેલ રૂ. ૧૦ હજારના ચાર્જ અંગે પૂર્વ વિપક્ષ નેતા અને ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, જ્યારથી દેશમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી રોજગારી મેળવવી, સસ્તુ શિક્ષણ મેળવવું વગેરે જેવી સુવિધાઓથી જનતા વંચિત થઇ ગઇ છે. આટલા બધા ટેક્ષના રૂપિયા ઉઘરાવવા છતાં દેશનું દેવું દિનપ્રતિદિન વધતુ જાય છે અને સરકારી મિલકતો દિવસે ને દિવસે મોદી સરકાર વેચી રહી છે. ભારત દેશની જનતા આટલી બધી મોંઘવારી અને બેરોજગારીમાં પોતાના ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવી રહી છે. ત્યારે રાજ્યમાં હવેથી ભૂગર્ભ જળ લેવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત કરી દેવામાં આવી છે.