બોબી દેઓલ લાંબા સમય બાદ સ્ક્રીન પર પરત ફર્યો છે. પહેલા તેણે ઓટીટી પર છાપ છોડી અને હવે ફિલ્મ ‘એનિમલ’માં કંઈ ન બોલવા છતાં તેણે પોતાના અભિનયથી ઘણું કહીને દર્શકોના દિલ જીતી લીધા. ૧૯૯૦ના દાયકાના અંત ભાગમાં તેણે ‘ગુપ્ત’ અને ‘સોલ્જર’ જેવી સદાબહાર ફિલ્મો આપી. તેણે પ્રીતિ ઝિન્ટાથી લઈને કાજાલ સુધી બધાની સાથે કામ કર્યું, પરંતુ શું તમે તે ઘટના જાણો છો જ્યારે તેને એક હિટ ફિલ્મ માટે રોમેન્ટિક સીન શૂટ કરવાનો હતો અને એક્ટ્રેસ સાથેનો સીન શરૂ થતાં જ તેનું મગજ ગંધથી ખરાબ થઇ ગયું હતું.
આ ઘટનાનો ઉલ્લેખ ખુદ બોબી દેઓલે કર્યો હતો. તેણે આ વાતનો ખુલાસો ૨૩ વર્ષ પહેલા ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પ્રખ્યાત અભિનેત્રીના મોંમાંથી ભયંકર વાસ કેમ આવી રહી હતી.
બોબી દેઓલે જણાવ્યું હતું કે આ ઘટના ૧૯૯૭ની ફિલ્મ ‘ગુપ્ત’ના શૂટિંગ દરમિયાન બની હતી. તેણે કહ્યું હતું કે તેને અભિનેત્રી મનીષા કોઈરાલા સાથે એક રોમેન્ટિક સીન શૂટ કરવાનો હતો. અભિનેતાએ કહ્યું હતું કે મારું મનીષા સાથે સારું બનતું હતું, જાકે અમે મિત્રો બન્યા નહીં. ફિલ્મ ‘ગુપ્ત’ના ગીત ‘બેચનિયાં’ના શૂટિંગ દરમિયાન તેણે શોટ માટે પોતાનો ચહેરો મારી નજીક લાવવાનો હતો.
અભિનેતાએ જણાવ્યું કે સીનનું શૂટિંગ શરૂ થતાં જ મને મનીષાના મોઢામાંથી ભયંકર વાસ આવવા લાગી. તેની પાછળનું કારણ એ હતું કે તેણે શૂટ પહેલા કાચી ડુંગળી ભરેલી ચણા ચાટ ખાધી હતી. બોબીએ કહ્યું કે તે એક ચમત્કાર હતો કે હું તે સીન કરવામાં સફળ રહ્યો, કારણ કે તે સમયે મારા મગજમાં રોમાન્સ છેલ્લી વાત હતી.
બોબીએ કહ્યું હતું કે તેણે મનીષા પાસેથી બદલો લેવાનો પ્લાન પણ બનાવ્યો હતો જે નિષ્ફળ ગયો. તેણે કહ્યું કે મેં ફિલ્મના ફાઈટ માસ્ટરની ભૂમિકા ભજવી રહેલા એક કો-સ્ટારને અને તેના ભાઈને ડુંગળી ખાવા માટે ઉશ્કેર્યા હતા, કારણ કે તે બંનેએ અભિનેત્રી સાથે એક સીન કરવાનો હતો અને મેં તેમને કહ્યું હતું કે જ્યારે તેઓ અભિનેત્રીની નજીક જાવ, ત્યારે જાશ-જાશથી શ્વાસ લેજા. તેણે કહ્યું કે આ સીન શૂટ થઇ ગયો અને અમે શ્વાસો રોકીને રાહ જાતા રહ્યા.
તમને જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૭માં બોબી દેઓલ ‘ગુપ્ત’માં જાવા મળ્યો હતો. આ તેની બીજી ફિલ્મ હતી અને તેનું લાઇફટાઇમ કલેક્શન ૧૮.૨૩ કરોડ રૂપિયા હતું.