અમદાવાદના બોપલ વિસ્તારમાં ગઈકાલે ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયુ છે. ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગમાં ૨૨ માળની બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ૧૨ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. ૨૩ સ્થાનિકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે ૩ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
બીજી તરફ આ અગાઉ અમદાવાદના વેજલપુરના સ્વરિત અપાર્ટમેન્ટમાં પાંચમા માળે આગ લાગી હતી. આગમાં ૫ લોકો ફસાયા હતા. જા કે તમામ લોકોને સહી સલામત રેસ્ક્યુ કરાયા હતા. પ્રહલાદ નગર ફાયર સ્ટેશન થી ૧ ફાઇટર, ૧ ગજરાજ, ૧ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બચાવવામાં આવ્યા હતા. જા કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘરમાં ફર્નીચર, સોફા, ટીવી આગ થી નુકશાન થયું હતું.