છોટાઉદેપુર જિલ્લાના સંખેડા મળસ્કે માત્ર બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્્યો હતો બોડેલી અને પાવીજેતપુર સહિતના વિસ્તારોમા બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પરિણામે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
બોડેલીના મુખ્ય બજાર, સોમનાથ સોસાયટી અને અમન પાર્ક સોસાયટી જેવી સોસાયટી મા ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ છે અને ઘરઆંગણાંમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.પ્રતિ વર્ષે થતાં વરસાદમાં આવું દ્રશ્ય ઉભું થતું હોવા છતાં પણ તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે હાથ ધરવામાં ન આવતાં નિકાલ વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે.
પાવીજેતપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાતા અહીંના પણ અનેક નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાઇ ગયા હતા.હવામાન ખાતા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર અને લોકો બંનેને સતર્ક રહેવાની સલાહ સાથે આગામી સમય મા ભારે વરસાદની શક્યતા, નદીઓ અને નાળાઓની નજીક ન જવાની વહીવટી તંત્ર દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી છે.









































