છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ઘાઘરપુરા ગામમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. હાઈસ્કૂલમાંથી છૂટી ઘરે પરત જતી સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લગ્નની લાલચ આપી બે યુવકોએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી.બનાવની જાણ થતાં સગીરાની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં નરાધમો સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, જામનગરના ગોકુલનગરમાં રહેતા લંપટ આધેડ ઉંમરના આરોપી ભાયાભાઈ આંબલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચારેબાજુ હડકંપ મચી ગયો છે. સગીરાએ આધેડ સાથે અગાઉ શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં તેના પિતાએ આધેડ વિરૂધ્ધ પોક્સોની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.