લીલીયાના બોડીયા ગામમાં આવેલ ચેકડેમમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચેકડેમમાં ૬થી ૭ ફૂટ પાણી ભરાયેલ હોવાથી ભેસાણ ગામના મહિલા સરપંચ અસ્મિતાબેન
આભાર – નિહારીકા રવિયા વિક્રમભાઈએ સિંચાઈ વિભાગને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, ચેકડેમમાં પાણી ભરાયેલ હોવાથી ૧૦૦૦ ખેતીની જમીનનો ગાડા માર્ગ બંધ થયેલ છે.
પાણી ભરાયેલ હોવાથી ખેડૂતો ખેતરે જઈ શકતા નથી. જેના લીધે ખેતી પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.
આમ છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આથી જા આગામી તા.પના રોજ આ સમસ્યાનુ નિરાકરણ નહી આવે તો ગ્રામજનો આ જળમાં જ જળસમાધી લેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.