ડોળાસા નજીકના બોડીદર ગામે આગામી ૧૮/૯ ના રોજ ગામ સમસ્ત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે ખોડિયાર મંદિર અને દેવાયત ગઢના વિશાળ મેદાનમાં બોડીદર ગામના સહયોગથી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ખોડિયાર માતાજીને ઘીની પૂજા પણ ચડાવાશે. બોડીદર ગ્રામજનો અને ખોડિયાર મંદિરના પૂજારી શંભુગિરિ બાપુ દ્વારા ગીર ગઢડા, કોડીનાર અને ઉના તાલુકાની જનતાને મેળો મહાલવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.