ડોળાસા નજીકના બોડીદર ગામના વતની અને પે સેન્ટર શાળાના આચાર્ય હરિભાઈ પરમાર છેલ્લા આડત્રીસ વર્ષ સેવા આપ્યા બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા હોય શાળા અને સમસ્ત બોડીદર ગામ દ્વારા વિદાયમાન અપાયું હતું.
આ તકે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ હરિભાઈ વાળા, નિવૃત્ત કે.નિ. જેશિંગભાઈ સોલંકી, પુરોહિત ભાઈ, હમીરભાઇ ખાસીયા, ભાણાભાઈ મોરી, ગામના તમામ પૂર્વ સરપંચો અને વર્તમાન સરપંચ રણજીતભાઇ વાળા, દિનેશભાઈ વાળા, ધીરૂભાઈ સહિત શિક્ષણ જગતના તજજ્ઞો, ગામના આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થી ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.