(એચ.એસ.એલ),અમદાવાદ,તા.૨૫
અમદાવાદમા અમીર અને ધનાઢ્ય પરિવારોના નબીરાઓના શોખ હવે લોકોને ભારે પડી રહ્યાં છે. પકડાયા બાદ પણ આ નબીરાઓનો પાવર ઉતરતો નથી. ૯ લોકોની જિંદગી લેનાર તથ્ય પટેલ હજી પણ જેલમાં સડે છે. ત્યારે અમદાવાદ દર અઠવાડિયે આવા અકસ્માતોનું સાક્ષી બને છે. ત્યારે ઔડી કાર હંકારીને વધુ એક નબીરાએ પાંચ વાહનોને અડફેટે લીધા હતા. બોડકદેવ વિસ્તારના ધન્ના શેઠ ઉર્ફે રિપલ પંચાલ નામના યુવકે ચિક્કાર દારૂના નશામાં અકસ્માત સર્જ્‌યો હતો. તેણે એટલો દારૂ પીધો હતો કે તેને હોંશ પણ ન હતા. ઉપરથી તે અકસ્માત સર્જીને પણ આકરા તેવર બતાવી રહ્યો હતો.
હાલ રીપલ પંચાલ પોલીસ કસ્ટડીમાં છે. સવારે ૯ વાગ્યાની આસપાસ રીપલ પંચાલે આ અકસ્માત સર્જ્‌યો હતો. ધન્નાસેઠનો પાવર જુઓ મીડિયાને કહ્યું મારો વકીલ જવાબ આપશે. દારૂડિયા રિપલની અકડ જાવા જેવી હતી. તેણે ખુલ્લમખુલ્લા કહ્યું હતું કે, મને અફસોસ નથી. નશો કરવાની મારી પાસે પરવાનગી છે. હું નોર્મલ છું, કોઈની જાડે અકસ્માત નહીં થયો. સ્થાનિકોએ રીપલને એટલો માર માર્યો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા.
ધન્નાસેઠ આરોપી રિપલ પંચાલને કોઈ અફસોસ નથી તેવુ તેણે સ્પષ્ટ કહ્યું હતું. રિપલ પંચાલને અકસ્માત કર્યાનો કોઈ અફસોસ તેના ચહેરા પર દેખાતો ન હતો. આરોપી રિપલે કહ્યું મને કોઈ અફસોસ નથી. એટલુ જ નહિ, લોકોએ તેને માર માર્યો તેના પણ તેને હોંશકોંશ ન હતા.
તો બીજી તરફ, રીપલ પંચાલના ઘરે ટીમ પહોંચી હતી. રીપલના માતા પથારીવશ રહેતા મીડિયા સમક્ષ કઈ કહેવા સક્ષમ નથી. રીપલના પત્ની ઘરે હાજર ન જાવા મળ્યા. એટલું જ નહિ, મીડિયાની ટીમ પહોંચતા નોકરોને ઘરેથી વિદાય આપી દેવાઈ હતી.
બોપલ- આંબલી રોડ ઉપર જે ઓડી કારથી પાંચ કાર અને મ્ઇ્‌જી સાથે અકસ્માત કરનાર રિપલ પંચાલે હજી હમણા સપ્ટેમ્બરમા બોડકદેવમાં પણ અકસ્માત સર્જ્‌યો હતો. તેણે પોલીસની ગાડીને જ અકસ્માત સર્જ્‌યો હતો. નશેડી રીપલ પંચાલ દારૂ પીને ગાડી ચલાવવાનો શોખીન છે. અને તે આવી રીતે ગાડી ચલાવીને બેફામ ગાડી ચલાવે છે.