બોટાદ સબ જેલમાંથી ફરાર થયેલા કેદીને અમરેલી પેરોલ ફર્લો સ્કવોડે બાતમીના આધારે સલડીથી ઝડપી લીધો હતો. લીલીયાના મફતીયાપરામાં રહેતો મતો ઉર્ફે મહેશ રાઘવભાઈ ધોળકીયા સામે ઢસા પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તેમને બોટાદ સેશન્સ કોર્ટે જેલ વોરંટ મારફત બોટાદની સબ જેલ ખાતે કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ૮ નવેમ્બરે મતો ઉર્ફે મહેશ ધોળકીયા બોટાદ જેલમાંથી ફરાર થયો હતો. અમરેલી પેરોલ ફર્લોના પીએસઆઈ આર.એલ.રાઠોડ, એએસઆઈ જે.આર.હેરમા, કે.જે.બેરા, જયપાલસિંહ ઝાલાએ બોટાદ સબ જેલમાંથી ફરાર થયેલા કાચા કામના કેદી મતો ઉર્ફે મહેશ રાઘવભાઈ ધોળકીયાને ઝડપી લીધો હતો.