(એ.આર.એલ),ભાવનગર,તા.૨૧
બોટાદના રાણપુર પોલીસ સ્ટેશમાં બે નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. કાઠીયા ઘાંચી સમાજના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના રાણપુરના પૂર્વ પ્રમુખ અનીશ માંકડ તથા બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના પતિ અને કોંગ્રેસના મકસુદ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
બોટાદમાં લીવ ઇન રીલેશનમાં રહેતી મહિલા કે જેને તેમા પતિ સાથે ઝઘડો થતા શબીર નામના વ્યક્ત સાથે રહેતા હતા. મહિલાને તેના પ્રથમ પતિના બે બાળકો છે. જે બાળકોઆ મહિલાના પિતા પાસે હતા. આ બાળકો પરત લાવવા અનીશ માંકડને વાત કરી હતી.અનીશ માંકડે મહિલાને બાળકો પરત અપાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ મહિલાને બાળકો પરત નહીં આવે તેમ કહી અનીશ માંકડ અને મકસુદ શાહે મહિલાને મારી નાંખવાની ધમકી આપી હતી. ફરીયાદ નોંધાતા રાણપુર પોલીસે કોંગ્રેસના નેતા મકસુદ શાહની ધરપકડ કરી છે. જ્યારે આપના રાણપુર શહેરના પૂર્વ પ્રમુખ અનીશરવિયા માંકડે ધરપકડથી ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ અનીશ માંકડ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.