બોટાદમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૧૦ શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલે ધરપકડ કરી હતી. તેમની પાસેતી પોલીસે ૭.૪૯ લખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવની વિગત મુજબ એસએમસીમા અધિકારીઓને માહિતી મળી હતી કે બોટાદનાં રાણપુર તાલુકાના ખાસ ખાતે રણજીતસિંહ પી.ચાવડાના ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.
જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે ચાર આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી રૂ.૪૯,૨૦૦ રોકડા, ૧૧ મોબાઈલ અને પાંચ વાહનો મળીને કુલ રૂ. ૭,૪૯,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશન કરે છે.