બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરનારા બેની ધરપકડ કરવામાં આવી છે. કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જસેશ ઉર્ફે જલો નાગર અને રમેશ સલિયાની ધરપકડ કરવામાં આવી છે. મુસાફરોને લૂંટવાના ઇરાદે ટ્રેક પર લોખંડનો ગર્ડર મૂકવામાં આવ્યો હતો. આમ ટ્રેન ઉથલાવવાનો હેતુ મુખ્યત્વે મુસાફરોને લૂંટવાનો હતો.
બંને શખ્સો આર્થિક તંગીમાં આવી ગયા હોવાના લીધે આ ષડયંત્ર રચ્યું હતું. યુટ્યુબ પર વિડીયો જાઈને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ટ્રેન કેવી રીતે લૂંટાય તે માટે યુટ્યુબ પર વિડીયો જાયો હતો. રેલ્વે વિભાગની સાથે નેશનલ એજન્સીઓએ પણ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ રેલ્વે ટ્રેક વચ્ચે ગડર મૂકનારાની ધરપકડ કરી છે.
પોલીસે આ કેસમાં અળવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળિયા અને રમેશ કાનજી સલિયાની ધરપકડ કરી છે. તેઓની ધરપકડ કરવામાં આવતી તેઓએ ટ્રેક પર લોખંડનો ગર્ડર મૂકીને લોકોને લૂંટવાનો ઇરાદો ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. બંનેએ આર્થિક તંગીમાં આવી પડ્યાના લીધે આ કાવતરુ રચ્યુ હતુ.
કુંડલી ગામ નજીક ૨૫ સપ્ટેમ્બરે મોડી રાત્રે રેલ્વેના ટ્રેક વચ્ચે લોખંડનો ગર્ડર મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતા જાઈને બોટાદ એસઓજી, એલસીબીની પોલીસ ટીમ, રેલ્વે વિભાગની સાથે નેશનલ એજન્સીઓ તપાસમાં લાગી ગઈ હતી. બોટાદ પોલીસે રેલ્વે પોલીસ ટ્રેક વચ્ચે લોખંડનો ગર્ડર મૂકનારા બંને શખ્સોની ધરપકડ કરી હતી. બોટાદની જિલ્લા પોલીસ વડાએ એફ બળોલિયાએ મીડિયાને માહિતી આપી છે.