બોટાદને આંગણે ૧૪ વર્ષ પછી મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુનાં આશીર્વાદથી અને પાળીયાદ ધામના સંચાલક ભયલુબાપુના માર્ગદર્શન થકી વિહળ પરિવાર બોટાદ દ્વારા પાળીયાદ ઠાકરની પધરામણી તારીખ ૧૨/૦૫/૨૦૨૪ થી ૨૧/૦૫/૨૦૨૪ સુધી બોટાદના દરેક સેવકોના ઘરે થાય એવું આયોજન કરવામાં આવેલ છે. આ પધરામણી નિમિત્તે તારીખ ૧૨ મેના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં હાથી, અશ્વો, પાળીયાદ ધામની પરંપરાગત પેઢી દર્શન, પાળીયાદ ધામના હાલના મહંત નિર્મળાબા, સંતો-મહંતો, રાસ મંડળી, ધૂન મંડળી, બુલેટ, કાર, ડીજે તેમજ ચોટીલાનાં પ્રખ્યાત બેન્ડ જોવા મળ્યા હતા. આ શોભાયાત્રા પંજવાણી કાંટાથી હવેલી ચોક, દીનદયાળ ચોક, જ્યોતીગ્રામ સર્કલથી મહાદેવ ગાર્ડન શ્ રેસ્ટોરન્ટ વગેરે માર્ગો પર ફરી ગઢડા રોડ પર પૂર્ણ થઈ હતી.