ગઈકાલે બોટાદના હડદડ ગામમાં આપની ખેડૂત સભા યોજાઈ હતી. આ સભામાં આ ધમાલ થતા કેટલાક પોલીસ કર્મચારીઓને ઇજાઓ થઈ પોલીસ વાહનને નુકસાન થયું. તો સાથે સાથે કેટલાક ખેડૂતો પણ ઘાયલ થયા. સમગ્ર મામલામાં આજે જુનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમા પટેલની આગેવાનીમાં જુનાગઢ એસટી ડેપો ખાતે કાળી પટ્ટી બાંધીને ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. એસ.ટી ડેપો ખાતે એકત્ર થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે પ્રદેશ પ્રમુખ રેશમા પટેલને જૂનાગઢ પોલીસે આંદોલન કરતાં અટકાવીને પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા.બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટીની એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપના નેતાઓની સાથે ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં સભા સ્થળ પર ઉપસ્થિત હતા. આ સમયે સભામાં ધમાલ થતા કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજાઓ થવા પામ્યા હતી. કેટલાક પોલીસ વાહનોને નુકસાન પણ થયું છે. તો સાથે સાથે સભામાં સામેલ ખેડૂતો પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. ગઈ કાલે જે રીતે હડદડ ગામમાં ધમાલ થયા બાદ આજે તેના પડઘા જુનાગઢમાં પણ પડતા જોવા મળી રહ્યા છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે જુનાગઢ એસટી ડેપો ખાતે કાળી પટ્ટી બાંધીને કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. એસટી ડેપોમાં એકઠા થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જુનાગઢ પોલીસે આંદોલન કરતાં અટકાવીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.આજે જુનાગઢ ખાતે આંદોલનમાં સામેલ મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલે ગઈ કાલની ઘટનાને ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના મળતીયાઓ દ્વારા આમ આદમી પાર્ટીની સભામાં ઘુસાડીને તેમના દ્વારા સમગ્ર માહોલ બગાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે આમ આદમી પાર્ટી અને જે ખેડૂતોને ગઈકાલે ઘટના બાદ પોલીસે અટકાયત કરીને પોલીસ મથક લઈ જવામાં આવ્યા છે, આ તમામ પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોને તુરંત છોડવામાં આવે તેવી માંગ પણ રેશમા પટેલે કરી છે. નહીંતર આ આંદોલન ગુજરાતના એક એક ગામ સુધી લઈ જવાની ચિમકી પણ તેમણે ઉચ્ચારી હતી.બોટાદના હડદડ ગામના એપીએમસીમાં યોજાયેલી સભામાં ધમાલ બાદ આજે રેશમા પટેલે ખેડૂતો માટેનું એક કમિશન બનાવવામાં આવે તેમજ જે એપીએમસીમાં ખેડૂતો પોતાની મહેનતથી કરેલી કૃષિ પેદાશોને વેચે છે તેમાં પણ જે કમિશન પ્રથા છે તેને દૂર કરીને સહકારી મંડળીના કાયદા નેચર નીચે એપીએમસીનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. વધુમાં રેશમા પટેલે ગુજરાતમાં ભાજપ દ્વારા જે સામાજિક તત્વોનો ઉપયોગ કરીને અન્ય રાજકીય પક્ષની સભામાં મોકલીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે તેને નીંદનીય ગણાવીને ભાજપમાં સામેલ આવા લોકોની પોલીસ અટકાયત કરે તેવી માંગ પણ કરી હતી.