અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમે ચોક્કસ બાતમીના આધારે એક આરોપી ઝડપી લીધો હતો. પંજાબના બટાણા તાલુકાના ગીલબોલના રહેવાસી સમશેરસીંગ નિર્મળસીંગ દેઓલ (ઉ.વ.૩૦) ૧૬ મે ના રોજ વલસાડ જીલ્લાના વાપી જીઆઈડીસીમાંથી બાતમીના આધારે પકડાયો હતો. આરોપી વંડા મુકામે ૨૦૨૦માં ક્રેન ચલાવવાનું કામ કરવા આવ્યો હતો અને આ સમયે બેફીકરાઇથી ક્રેન ચલાવી એક યુવકનું મોત નીપજાવ્યું હતું. જેની વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે બાદ તે વતન પંજાબ જતો રહ્યો હતો અને પોલીસથી નાસતો ફરતો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.બી.લક્કડ, એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી.