ભારતી સિંહે બાળપણમાં જ પરિવારની ગરીબી જોઈ હતી. જ્યારે પિતાનું નિધન થયું તે વખતે તેની ઉંમર માત્ર બે વર્ષ હતી. દરેક સમયે લોકોની હસાવતી ભારતીનું પોતાનું જીવન પીડાથી ભરેલું રહ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં ભારતી સિંહે પોતાના જીવનની પીડાનો તે ભાગ શેર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પિતાના નિધન બાદ મમ્મીને ઘર ચલાવવા અને બાળકોના માટે તકલીફોમાંથી પસાર થવું પડ્યું હતું. પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતી સિંહે કહ્યું હતું કે ‘મારા મમ્મીના લગ્ન નાની ઉંમરમાં થયા હતા. તેઓ ત્યારે ૧૫ વર્ષના હતા. જ્યારે તેઓ ૨૨ વર્ષના થયા ત્યાં સુધીમાં ત્રણ બાળકો થઈ ગયા હતા. ઘણાએ મારા મમ્મીને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપી હતી. તેમને લગ્ન માટે માગા આવતા હતા. પરંતુ તેમણે ના પાડી દીધી હતી. ભારતીએ તે સમયને યાદ કરતાં કહ્યું હતું કે ‘મારા મમ્મી કારખાનામાં નોકરાણી તરીકે કામ કરતા હતા. તેણે અમારા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. હું ઉંમર કરતાં વહેલી મોટી થઈ ગઈ હતી, કારણ કે મેં સંઘર્ષ જોયો છે. હું મારા ઘર બહાર મારા મમ્મી, બહેન અને ભાઈના કામ પરથી પરત ફરવાની રાહ જાતી હતી. આ ઈન્ટરવ્યૂમાં ભારતીએ તેમ પણ કહ્યું હતું કે, તેણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ જાઈ છે, તેમ છતાં ભગવાનમાં આસ્થા અતૂટ છે. તે ભગવાનને પરિવારનો ભાગ માને છે. તેણે ઉમેર્યું હતું કે, તેના મમ્મીની કેટલીક વાતો તેને કામ માટે ઘર બહાર નીકળવા પ્રેરિત કરે છે. ભારતી સિંહે કહ્યું હતું કે ‘આજે પણ જ્યારે હું શૂટિંગ માટે જાઉ છું. મને મારા મમ્મીની વાત હંમેશા યાદ આવે છે. તે કહેતી હતી કે, તારે જેટલું ડરવું હોય એટલું ડર પરંતુ સ્ટેજ પર ક્યારેય ડરવાનું નહીં. ભારતી સિંહે કહ્યું હતું કે, તે ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવી શકે તે માટે તેના મમ્મીએ અમૃતસરમાં વસાવેલું જીવન છોડી દીધું હતું. તેણે ઉમેર્યુ હતું કે જો તેના મમ્મીએ ‘ધ લાફ્ટર ચેલેન્જ’ના ઓડિશનમાં જા મમ્મી ન લઈ ગયા હોત તો તે આજે અહીં ના હોત. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની ચોથી સીઝનમાં ‘લલ્લી’ના પાત્રથી ભારતી સિંહ ફેમસ થઈ હતી. વર્ષ ૨૦૧૭માં તેણે સ્ક્રીપ્ટ રાઈડર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. તેઓ દીકરા ગોલાના પેરેન્ટ્સ છે.