ધારાસભ્ય મહેશ કસવાલા દ્વારા ૬ કરોડ ૨૦ લાખના ખર્ચે ૮ કિલોમીટરનાં રોડનું ભૂમિપૂજન સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય કસવાળાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી સાવરકુંડલાના ભુવા-ધાર ગામનો નોન પ્લાન રોડ મંજૂર થઈ ગયા બાદ અમુક વિÎનસંતોષીઓ દ્વારા આ માર્ગ ચાલુ કરવામાં હવનમાં હાડકા નાખ્યા હતા. ત્યારે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ખોરંભે ચડેલ ૬ કરોડ ૨૦ લાખનો માર્ગ આજુબાજુના ૧૦ ગામડાઓ માટે આશીર્વાદ રૂપ માર્ગ બને તે માટે આજે ૮ કિલોમીટરના માર્ગનું ભૂમિપૂજન કર્યું હતું. આ તકે તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, જિલ્લા પંચાયત સદસ્ય અને લોકસભાના સંયોજક પુનાભાઈ ગજેરા, સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દિપકભાઈ માલાણી, રાણાભાઈ રાદડીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, લલીતભાઈ બાળધા, મહેશભાઈ ભાલાળા, વિપુલભાઈ શિંગાળા, ચેતનભાઈ માલાણી, અતુલભાઈ રાદડીયા અને જયેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભુવા-ધાર ગામનો ૮ કિલોમીટરનો માર્ગ ૬ કરોડ ૨૦ લાખના ખર્ચે બનશે ત્યારે ભુવા, ખડકાળા, પિયાવા, ધાર, બોરાળા, નાના ભમોદ્રા સહિતના ગામડાઓને ફાયદો થશે.