ગોંડલનાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખૂટ આપઘાત પ્રકરણમાં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ પંડીતની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ બાર એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવતુ આવેદનપત્ર ગોંડલ પ્રાંત અધિકારીને અપાયું હતુ. જેમાં જણાવાયુ હતું કે રીબડા ગામનાં અમીત ખૂંટ પર બળાત્કાર તથા પોકસો મુજબની ફરિયાદ કરવામાં આવી છે. અમને મળેલ માહિતી મુજબ દિનેશભાઈ પાતર તથા સંજયભાઇ પંડીત ની સલાહ લઇ ફરિયાદ કરવામાં આવેલ તેવુ તેવુ જણાવાયું છે. જેથી આ બન્ને વકીલની આપઘાતનાં ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. વકીલ માટે ક્લાયન્ટને માર્ગદર્શન આપવું એ ગુનો નથી.પોલીસને વકીલ અને ક્લાયન્ટ વચ્ચેનાં કોઇપણ પ્રકારનાં સંદેશાવ્યવહાર વિશે માહીતી લેવાનો કોઇ અધિકાર નથી. વકીલ અને ક્લાયન્ટ વચ્ચેની વાતચીતનાં આધારે એડવોકેટને આવા ગંભીર ગુન્હામાં ફસાવવામાં આવ્યા છે. ગોંડલ બાર એસોસિએશનનાં સભ્ય દિનેશભાઈ પાતર તથા રાજકોટનાં બાર એસોસિએશનનાં સભ્ય સંજયભાઈ પંડીતને તેઓનાં ઘરે થી કોઇપણ જાતની જાણ કર્યા વગર ખુબજ ગંભીર પ્રકારનાં ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.








































